કેળાં-ડ્રાયફ્રૂટ શેક / રેસિપીઃહેલ્ધી અને બનાવવામાં અત્યંત સરળ કેળાં-ડ્રાયફ્રૂટ શેક

Recipe: Healthy and easy-to-make banana-dried fruit shake

Divyabhaskar.com

Nov 28, 2019, 05:11 PM IST
રેસિપીઃઆજે જ ઘરે બનાવો કેળા ડ્રાયફ્રૂટ શેક. તે એકદમ હેલ્ધી અને બનાવવામાં અત્યંત સરળ છે. કેળામાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેથી હાડકા પણ મજબૂત રહે છે અને તે વજન વધારવામાં પણ મદદ કરે છે. તો બનાવો ઝટપટ કેળા ડ્રાયફ્રૂટ શેક.
સામગ્રી
 • પાકાં કેળાં – 2 નંગ
 • પલાળીને છોલેલી બદામ – 10-12 નંગ
 • સુગર સિરપ – 1 ચમચો
 • કેસરના તાંતણા – જરૂર મુજબ
 • એલચીનો ભૂકો – પા ચમચી
 • બદામ-પિસ્તાંની ચીરીઓ – 1 ચમચો
બનાવવાની રીત :
 • કેળાંને છોલી તેના નાના ટુકડા સમારો. હવે મિક્સરમાં સુગર સિરપ, સમારેલા કેળાં, પલાળેલી બદામ અને એક કપ દૂધ ઉમેરી સારી રીતે બ્લેન્ડ કરો.
 • ત્યારબાદ બાકીનું દૂધ ઉમેરી ફરીથી બ્લેન્ડ કરો.
 • આ કેળાં-ડ્રાયફ્રૂટ શેકને ગ્લાસમાં ભરો અને તેના પર બદામ-પિસ્તાંની ચીરીઓથી સજાવટ કરો. તેના પર એલચીનો ભૂકો ભભરાવો અને સૌથી છેલ્લે કેસરના તાંતણા ગોઠવી સર્વ કરો.
X
Recipe: Healthy and easy-to-make banana-dried fruit shake
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી