કાજૂ જલેબી / રેસિપીઃડ્રાઈ ફ્રૂટ્સની જગ્યાએ મહેમાનોને ખવડાવો કાજૂ જલેબી

Recipe: Feed Cashew Jalebi instead of dried fruit

Divyabhaskar.com

Oct 31, 2019, 04:21 PM IST

રેસિપી ડેસ્ક. તહેવાર દરમિયાન, ઘરે આવતા મહેમાનોની આગળ ડ્રાઈ ફ્રૂટ્સ મૂકવામાં આવે છે. ડ્રાઈ ફ્રૂટ્સમાં કાજૂ મોટેભાગે બધાને ભાવતા હોય છે. તો આ વખતે મહેમાનો માટે બનાવો પોતાના કાજૂ જલેબી.

સામગ્રી:

 • 400 ગ્રામ કાજુ
 • 35 મિલી દૂધ
 • 1/4 ટીસ્પૂન કેસર
 • 300 ગ્રામ ખાંડ
 • 260 મિલી પાણી
 • 10 મિલી દેશી ઘી
 • 1/4 ચમચી તજ પાવડર
 • 1/2 ચમચી પિસ્તા
 • સિલ્વર વર્ક


બનાવવાની રીત

 • બ્લેન્ડરમાં કાજુ નાખીને તેનો ઝીણા પાવડર તૈયાર કરો. ત્યારબાદ કાજૂ પાવડરને સોફ્ટ કરવા માટે તેને ચાળી લેવો.
 • નાના બાઉલમાં દૂધ લો, તેમાં 14 ચમચી કેસર ઉમેરી બરાબર મિકક્ષ કરી લો.
 • એક કડાઈમાં પાણી ઉમેરી તેમાં ખાંડ નાખો અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને ઉકાળ.
 • ત્યારબાદ ક્રશ કરેલા કાજૂ પાણીમાં નાખીને 5થી 7 મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દો. ત્યારબાદ ઘી અને એલચી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લો.
 • હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ચઢવા દેવુ. ઘટ્ટ થઈ જાય ત્યારબાદ માત્ર 5 મિનિટ માટે તેને ઠડું થવા દો.
 • 5 મિનિટ પછી મિશ્રણને એક પ્લેટમાં સ્પ્રેડ કરવું.
 • સ્પ્રેડ કર્યા બાદ મિશ્રણના લાંબા લાંબા ટુકડાઓ કાપી લેવા
 • કટ કર્યા બાદ ધીમે ધીમે રોલ કરતા કરતા મિશ્રણની એક ચકરી તૈયાર કરી લો. તો તૈયાર છે કાજુની જલેબી.
X
Recipe: Feed Cashew Jalebi instead of dried fruit

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી