મસાલેદાર લીંબુ / રેસિપીઃ ચટાકેદાર મસાલેદાર લીંબુ ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે

Recipe: Eating a spicy lemon may look quite tasty

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 08:26 PM IST

રેસિપીઃઆજકાલ માર્કેટમાં લીંબુ ઘણા મળે છે. તેનું અથાણું બનાવીને આખું વર્ષ સ્વાદ માણી શકાય છે. પાચન માટે પણ તે સારા છે. તો બનાવો ચટાકેદાર ખટમીટા મસાલેદાર લીંબુ. તેને જમવાની સાથે પણ ખઈ શકાય છે. તેને બનાવવા માટે વધારે સમય નથી લાગતો.

સામગ્રીઃ

 • લીંબુ - 800 ગ્રામ
 • મીઠું - 150 ગ્રામ
 • હળદર - પા ચમચી, મરચું
 • અઢી ચમચી, જીરું - દોઢ ચમચી
 • મેથી - દોઢ ચમચી
 • રાઇ - 1 ચમચી
 • સૂંઠ - 1 ચમચો
 • હિંગ - અડધી ચમચી
 • ખાંડ - 2 કપ
 • લીંબુનો રસ - દોઢ ચમચી

બનાવવાની રીત :

 • લીંબુના નાના નાના ટુકડા સમારો. હવે એક કડાઇમાં જીરું, મેથી અને રાઇનો વઘાર કરો.
 • તે બ્રાઉન રંગના થાય એટલે આંચ ધીમી કરી દો. તેને ઠંડા થવા દઇને પછી ક્રશ કરો.
 • સમારેલાં લીંબુમાં આ પાઉડર, મીઠું, હળદર, ખાંડ, સૂંઠ અને હિંગ ભેળવો.
 • આને બરણીમાં ભરી તડકામાં રાખો. રોજ એક વાર બરણીને હલાવો જેથી અથાણું સારી રીતે મિક્સ થઇ જાય.
X
Recipe: Eating a spicy lemon may look quite tasty

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી