તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Realme Company Will Launch 'Realme 5i' Smartphone In Vietnam On January 6

રિઅલમી કંપની ‘રિઅલમી 5i’ સ્માર્ટફોનને 6 જાન્યુઆરીએ વિયેતનામમાં લોન્ચ કરશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોનને ‘રિઅલમી 5’નાં ડાઉનગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે
  • ફોનનાં ગ્રીન અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ કંપની રિઅલમી 6 જાન્યુઆરીએ વિયેતનામમાં ‘રિઅલમી 5i’ સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીના વિયેતનામનાં ઓફિશિયલ પેજ પર તેની માહિતી શેર કરવામાં આવી છે. જોકે ભારતમાં આ ફોનને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી. આ ફોનને ‘રિઅલમી 5’નાં ડાઉનગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે.


ફોનનાં લોન્ચિંગ પહેલાં વિયેતનામની ઈ-કોમર્સ સાઈટ FPTShop પર તેનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. 


FPTShop વેબસાઈટ પર ફોનની તસવીરો મુજબ ફોનનાં ગ્રીન અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે. આ ફોનમાં ડાયમંડ શેપ રિઅર કેમેરા સેટઅપને બદલે વર્ટિકલ પોઝિશનમાં 4 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.


કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોનમાં 6.52 ઇંચની HD+ વોટરડ્રોપ નૉચ ડિસ્પ્લે આપવામાં આવશે.આ ફોનમાં ColorOS 6.0.1 બેઝ્ડ એન્ડ્રોઇડ પાઈ ઓપરેટિંગ સિસ્ટમ મળશે. ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે. જોકે કંપની દ્વારા આ ફોનનાં સ્પેસિફિકેશન વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો