• Home
  • Utility
  • Gadgets
  • Latest
  • 'Realme 5i' sale launches on Wednesday, can be purchased from Flipkart and Realme online stores, priced at ₹ 8,999

સેલ / બુધવારથી ‘રિઅલમી 5i’નો સેલ શરૂ થયો, ફ્લિપકાર્ટ અને રિઅલમી ઓનલાઈન સ્ટોર પરથી ખરીદી શકાશે, કિંમત ₹ 8,999

'Realme 5i' sale launches on Wednesday, can be purchased from Flipkart and Realme online stores, priced at ₹ 8,999

  • ફોનની ખરીદી વિવિધ બેંકોના ક્રેડિટ કાર્ડથી કરવા પર ગ્રાહકોને 5% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે
  • પનીએ ફોનનું 4GB+64GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે
  • ફોનમાં સિક્યોરિટી માટે બેક પેનલ પર ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યા છે

Divyabhaskar.com

Jan 15, 2020, 02:46 PM IST

ગેજેટ ડેસ્ક. ભારતમાં ‘રિઅલમી 5i’નો બુધવારથી સેલ શરૂ થઈ ગયો છે. આ સ્માર્ટફોનને ગત સપ્તાહે લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેને રિઅલમી 5ના બેઝિક વેરિઅન્ટ તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનને ગ્રાહકો બુધવારથી ફ્લિપકાર્ટ અને રિઅલમી ઓનલાઈન સ્ટોર પરથી ખરીદી શકાશે. આ દરમિયાન ગ્રાહકોને ઓફર્સનો લાભ પણ મળશે. ફોન પર જિયો અને મોબિક્વિકની તરફથી કેશબેકની ઓફર આપવામાં આવી રહી છે.

કંપનીએ ફોનનું 4GB+64GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. ફોનની કિંમત 8,999 રૂપિયા છે. તેમાં ક્વાડ રિઅર કેમેરા સેટઅપ સહિત 5000mha બેટરી છે. 6.52 ઈંટની વોટરડ્રોપ નોચ ડિસ્પ્લેવાળા આ ફોનમાં સિક્યોરિટી માટે બેક પેનલ પર ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યા છે. આ સ્પ્લેશ રેજિસ્ટેન્ટ જેવા ફીચરથી સજ્જ છે એટલે કે તેના પર થોડું પાણી અથવા પાણીના છંટકાવથી કોઈ નુકસાન થશે નહીં. ફોન એક્વા બ્લૂ અને ફોરેસ્ટ ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે

રિઅલમી 5i: કિંમત અને ઓફર

  • રિયલમી 5iની કિંમત 8,999 રૂપિયા છે.
  • તે માત્ર 4GB રેમ અને 64GB સ્ટોરેજમાં ઉપલબ્ધ છે.
  • તે એક્વા બ્લૂ અને ફોરેસ્ટ ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે.
  • તેનો પહેલો સેલ 15 જાન્યુઆરીએ શરૂ થઈ ગયો છે.
  • લોન્ચિંગ ઓફર અંતર્ગત ફોનની ખરીદી પર જિયો યુઝર્સને 7,550 રૂપિયાનું બેનિફિટ્સ જે રિચાર્જ અને શોપિંગ વાઉચર્સના રૂપમાં મળશે.
  • મોબિક્વિક તરફથી 10 ટકા સુપરકેશ આપવામાં આવી રહ્યું છે.
  • કેશિફાઈ દ્વારા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
  • ફોનની ખરીદી વિવિધ બેંકોના ક્રેડિટ કાર્ડથી કરવા પર ગ્રાહકોને 5% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે

‘રિઅલમી 5i’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.52 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ HD+ વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે (720x1600 પિક્સલ રિઝોલ્યૂશન) ઈન-સેલ ડિસ્પલે વિથ 2.5D કર્વ્ડ કોર્નિંગ ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન
સિમ ટાઈપ ડ્યુઅલ નેનો સિમ
OS ColorOS 6.0.1 બેઝ્ડ એન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસેસર ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665
રેમ 4GB
સ્ટોરેજ સ્ટોરેજ 64GB
એક્સપેન્ડબલ 256GB (માઈક્રોએસડી કાર્ડ)
રિઅર કેમેરા 12MP(પ્રાઈમરી સેન્સર)+ 8MP (અલ્ટ્રાવાઈડ સેન્સર) + 2MP (મેક્રો લેન્સ) + 2MP (ડેપ્થ લેન્સ)
કનેકિટવિટી 4G LTE, બ્લુટૂથ 5.0, વાઇફાઇ 802.11AC, 3.5mm ઓડિયો જેક, GPS, માઈક્રો યૂએસબી
ફ્રન્ટ કેમેરા 8 MP
સેન્સર એક્સીલેરોમીટ, એંબિએંટ લાઈટ, જાયરોસ્કોપ, પ્રોક્સિમિટી સેન્સર, ફિંગરપ્રિન્ટ સેન્સર (રિઅર માઉન્ટેડ)
બેટરી 5000 mAh વિથ 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

X
'Realme 5i' sale launches on Wednesday, can be purchased from Flipkart and Realme online stores, priced at ₹ 8,999
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી