બિગ બોસ 13 / પારસ છાબરાના માહિરા-શહેનાઝ સાથેના લવ ટ્રાઈ-એન્ગલ પર પ્રેમિકા આકાંક્ષાએ કહ્યું, આ તેનો ગેમ પ્લાન છે

reality show bigg boss 13 Paras' girlfriend Akanksha breaks silence on his love triangle with Mahira-Shehnaaz

Divyabhaskar.com

Oct 08, 2019, 06:05 PM IST

મુંબઈઃ ‘બિગ બોસ 13’ શરૂ થયે અઠવાડિયું થઈ ગયું છે. ઘરમાં પારસ છાબરા, શહેનાઝ કૌર ગીલ તથા માહિરા શર્માની વચ્ચે લવ ટ્રાઈ-એન્ગલ જોવા મળી રહ્યો છે. પારસને લઈ બંનેના મનમાં સોફ્ટ કોર્નર છે અને બંને એકબીજાની ઈર્ષ્યા પણ કરે છે. આ બંને વચ્ચે પારસને લઈ ઝઘડો પણ થઈ ચૂક્યો છે. જોકે, ‘બિગ બોસ’ના ઘરની બહાર પારસના આકાંક્ષા પુરી સાથે સંબંધો છે.

શું કહ્યું આકાંક્ષાએ?
આકાંક્ષાને જ્યારે ‘બિગ બોસ’ના ઘરમાં ચાલતા લવ ટ્રાઈ-એન્ગલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે તેણે આ શોનો પ્રોમો જોયો હતો, જેમાં પારસને લઈ શહેનાઝ-માહિરા ઝઘડો કરે છે. તે પ્રોમો જોયા બાદ ઘણું જ હસી હતી. પારસ ઘરમાં ઘણું જ સારું રમી રહ્યો છે. પારસ બે વ્યક્તિઓને અંદરો-અંદર લડાવીને તેમનું ફોકસ ગેમ તરફથી હટાવવામાં સફળ રહ્યો છે. આટલું જ નહીં તે બંને વ્યક્તિ તેના માટે લડી રહી છે. તેના મતે, તો પારસ જ આ ગેમનો વિનર છે. તેને આ શો જોવાની ઘણી જ મજા આવે છે.

બે વર્ષથી આકાંક્ષા-પારસ એકબીજાને ડેટ કરે છે
પારસ તથા આકાંક્ષા છેલ્લાં બે વર્ષથી એકબીજાને ડેટ કરે છે. આકાંક્ષાએ કહ્યું હતું કે તેને શહેનાઝ તથા માહિરાને લઈ કોઈ ઈર્ષ્યા થતી નથી. તેઓ ટીનેજર્સ નથી પરંતુ મેચ્યોર લવ કપલ છે. તે હંમેશા પારસની સ્ટ્રેન્થ બનવા માગે છે. પારસ ગમે તેની સાથે ફ્લર્ટ કરે તો તેને ક્યારેય ગુસ્સો આવતો નથી. ઘરમાં પણ તે આવું કરશે તો તેની ગેમની સ્ટ્રેટજીનો જ એક પ્લાન હશે. તેને ખ્યાલ છે કે પારસ તેનો છે અને તેથી જ તેને ચિંતા જેવું લાગતું નથી. ઉલ્લેખનીય છે કે રિયાલિટી શો તથા કેટલીક ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલો પારસ પોતાના અફેર્સને કારણે ચર્ચામાં રહે છે. દિલ્હીનો આ એક્ટર ‘સ્પ્લિટ્સવિલા 5’નો વિનર રહી ચૂક્યો છે અને સારા ખાન સાથે તેના સંબંધો ચર્ચામાં રહ્યાં હતાં.

X
reality show bigg boss 13 Paras' girlfriend Akanksha breaks silence on his love triangle with Mahira-Shehnaaz

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી