તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • RBI Changed The Rules On Bank Account Checks, Checkbook Will Have To Be Changed From September 2020

બેંક ખાતાના ચેક અંગે RBIએ નિયમ બદલ્યો, સપ્ટેમ્બર 2020થી ચેકબૂક બદલવી પડશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CTS અંતર્ગત તમારો ચેક ક્લિયર કરવા માટે એક બેંકથી બીજી બેંકમાં જવાની જરૂર રહેશે નહીં
  • ગ્રાહકોની પાસે CTS સ્ટાન્ડર્ડ ચેક ન હોય તેવા ગ્રાહકોએ તેમના ચેક બદલવા પડશે

યુટિલિટી ડેસ્ક. ઓનલાઈન બેંકિંગ સિસ્ટમ આવ્યા બાદ હવે ચેક બુકની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે. કેમ કે, ચેકનો ઉપયોગ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ચેક ક્લીયરન્સની પ્રોસેસ સરળ બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નવી સિસ્ટમ લાવવાની તૈયારીમાં છે. RBIની ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) સમગ્ર દેશમાં લાગુ કરવાની જાહેરાત કરી છે. RBIના જણાવ્યા પ્રમાણે, CTSથી ઘણો ફાયદો છે, તે જોતા સપ્ટેમ્બર 2020થી તેનો ઉપયોગ દરેક જગ્યાએ શરૂ કરવામાં આવશે. 

જાણો શું છે CTS સિસ્ટમ?
CTS અંતર્ગત તમારો ચેક ક્લિયર કરવા માટે એક બેંકથી બીજી બેંકમાં જવાની જરૂર રહેશે નહીં, તેનાથી સમય પણ બચશે અને ચેક એક દિવસમાં ક્લિયર થઈ જાય છે. હાલની સિસ્ટમ ચેક ક્લિયર થવામાં 2થી 3 દિવસનો સમય લાગે છે. CTSની શરૂઆત 2010માં થઈ હતી. 

આ રીતે કામ કરે છે CTS
તેના અંતર્ગત ચેક ક્લિયર કરવા માટે એક બેંકથી બીજી બેંકમાં નહીં જવુ પડે પરંતું તેની ઈલેક્ટ્રોનિક ઈમેજ મોકલવાની હોય છે, જેનાથી કામ જલ્દી અને સરળ થઈ જાય છે.તેની સાથે અન્ય જરૂરી જાણકારી જેમ કે, MICR (મેગ્નેટિક ઈંક કેરેક્ટર રેકગ્નિશન) બેન્ડ, વગેરે મોકલી શકાય છે. તેના દ્વારા સમયની બચત થાય છે. જેના કારણે આ પ્રોસેસ 24 કલાકમાં સંપૂર્ણ થઈ જાય છે. જે ગ્રાહકોની પાસે CTS સ્ટાન્ડર્ડ ચેક ન હોય તેવા ગ્રાહકોએ તેમના ચેક બદલવા પડશે. આ મલ્ટી સિટી ચેક છે. 

તેના ફાયદા

  • CTS ચેકનું ક્લિયરિંગ 24 કલાકમાં થઈ જાય છે
  • આવા ચેકનો નકલી ચેક તરીકે ઉપયોગ નથી કરી શકાતો
  • દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈપણ બેંકમાં ક્લિયરિંગની સુવિધા
  • પેપર ક્લિયરિંગને લઈને થતા જોખમથી પણ છૂટકારો મળે છે
  • બેંકો અને ગ્રાહકો બંનેને માટે આ સુવિધા આરામદાયક છે

છેતરપિંડીની સંભાવના ઘટી જાય છે
ચેક ક્લિયરિંગ માટેના સમયને ઘટાડવા અને તેનાથી થતી છેતરપિંડીને રોકવા માટે CTS લાગુ કરવામાં આવી હતી. CTS દ્વારા વેરિફિકેશન સરળ અને ઝડપી થાય છે, જેના કારણે છેતરપિંડીની સંભાવના ઓછી રહે છે. CTSથી પહેલા ચેક ક્લિયર થવામાં ઘણો સમય લાગતો હતો, જેના કારણે ન માત્ર ગ્રાહકો, પરંતુ બેંકોને પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો