સાસણ બ્રીજ દુર્ઘટના / જૂનાગઢ R&Bએ 19 જુલાઇએ મંજુરી માંગી હતી, વન વિભાગે 20 દિ'માં શરતી મંજુરી આપી

R&B ask tp approval on July 19, forest department gives conditional approval to 20 Days junagadh
મોડી રાત સુધી વાહનોને બહાર કાઢવાની કામગીરી ચાલુ રહી
મોડી રાત સુધી વાહનોને બહાર કાઢવાની કામગીરી ચાલુ રહી

  • આરએન્ડબી અને વન વિભાગ વચ્ચે દોષનો ટોપલો કોના પર ઢોળવો તેની હરિફાઇ
  •  માલણકા નજીક રવિવારે પુલ ધરાશાયી થતાં 12 જેટલા લોકોને ઇજા પહોંચી હતી

Divyabhaskar.com

Oct 08, 2019, 11:21 AM IST

જૂનાગઢ:રવિવારે મેંદરડા-સાસણ રોડ વચ્ચે માલણકા નજીક પુલ ધરાશાયી થયો હતો જેમાં 12 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટનાને લઇ દોષનો ટોપલો કોના પર ઢોળવો તેને લઇ હરિફાઇ શરૂ થઇ છે. આરએન્ડબી વન વિભાગને જવાબદાર ગણી રહ્યું છે. તો વન વિભાગ પોતે જવાબદાર ન હોવાનું કહી રહ્યું છે.

વન વિભાગનાં પત્રમાં ઉપરની સત્તા પર આધાર રખાયો
વાસ્તવિકતા તો એ છે કે, 19 જુલાઇ 2019નાં આરએન્ડબીએ વન વિભાગ પાસે રસ્તાનાં સમારકામ માટે મંજુરી માંગી હતી. જેને અમુક શરતો સાથે વન વિભાગે માત્ર 20 દિવસમાં મંજુર કરી દીધી હતી છતાં પણ આ પુલનું કોઇ જ કામ થયું ન હતું. ત્યારે બીજી તરફ વન વિભાગે એવો પણ દાવો કર્યો છે કે, આ પુલ રેવન્યુ વિસ્તારમાં આવતો હોઇ વન વિભાગની મંજુરીની કોઇ જ જરૂર નથી ત્યારે આ ઘટનાને જવાબદારીમાંથી બચવા માટે હાલ તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. વન વિભાગનાં ડીસીએફ ધીરજ મિતલએ જણાવ્યું હતું કે, 19 જુલાઇ 2019નાં અરજી મળી હતી અને 9 ઓગષ્ટનાં તેને મંજુરી આપી દેવામાં આવી હતી. તેમજ આ પુલ રેવન્યુ વિસ્તારમાં આવે છે તો વન વિભાગની મંજુરીની જરૂર નથી. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગે કેટલાક નિયમો સાથે મંજુરી આપી હતી. જેમાં કામ કરવું મુશ્કેલ હતું. બીજી તરફ મેંદરડાનાં એસડીએમએ આ મુદે કશું જ બોલવાનો ઇન્કાર કર્યો છે.

સોમવારે ડાયવર્ઝન માટે સર્વેની કામગીરી કરવામાં આવી
માલણકા પાસે પુલ ધરાશાયી થતાં સાસણ જવાનો માર્ગ સંપૂર્ણ બંધ થઇ ગયો છે ત્યારે આ માર્ગ વહેલી તકે શરૂ થાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. નવો પુલ બનાવવો હાલ મુશ્કેલ છે ત્યારે વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવા તંત્રએ પ્રયાસ હાથ ધર્યા છે. અહીં ડાયવર્ઝન બનાવવા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પુલથી 20 મીટર દુર રસ્તો બનાવવામાં આવશે, 7 દિવસ જેટલો સમય લાગશે
આ અંગેન માર્ગ અને મકાન વિભાગનાં કાર્યપાલક સુરેશ કરમટાએ જણાવ્યું હતું કે, પુલથી 20 મિટર દુર પાણીનો ઓછો પ્રવાહ છે અહીં પાઇપ મુકી સીમેન્ટથી રસ્તો બનાવવામાં આવશે. આજે તેના માટે સર્વે કરવામાં આવ્યો હતો તેમજ થોડી કામગીરી પણ શરૂ કરી છે. આ કામગીરી પૂર્ણ થતાં અંદાજે સાતેક દિવસનો સમય નિકળી જાય તેવી શકયતા છે. આ અંગે ડીસીએફ ધીરજ મિતલે જણાવ્યું હતું કે, નવા પુલ કે ડાયવર્ઝન માટે અરજી મળી નથી તેમ છતાં અરજી મળશે તો મંજુરી આપવામાં આવશે.

દિવાળીનાં વેકેશનમાં પ્રવાસીઓને મુશ્કેલી પડે તેવી શક્યતા
પુલનો વૈકલ્પીક વ્યવસ્થા વહેલી તકે શોધવામાં નહીં આવે તો આગામી દિવાળીમાં અહીંથી પસાર થતાં પ્રવાસીઓને મુશ્કેલી પડશે. જોકે હાલ જિલ્લા કલેકટરની આગેવાનીમાં વહેલી તકે આ માર્ગ શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

મંત્રીએ અધિકારીઓને સુચના આપી
કેબિનેટ મંત્રી જવાહર ભાઇ ચાવડાએ સોમવારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અને મેંદરડા-સાસણ માર્ગ ઝડપથી કેવી રીતે શરૂ થાય તેને લઇ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. અને અહીં ડાયવર્ઝન કેવી રીતે નિકળી શકે તેની વિગતો મેળવી હતી. ડીસીએફ ધીરજ મિતલે જણાવ્યું હતું કે, દેવળીયા પાર્ક વાળો માર્ગ શરૂ રહેશે. જયાં સુધી આ પુલની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ માર્ગ વાહન ચાલકો માટે ખુલ્લો રહેશે.

ડેપ્યુટી સીએમએ જવાબ માંગ્યો
રવિવારની ઘટના બાદ કલેકટર કચેરીમાં અધિકારીઓની મિટીંગ મળી હતી જેમાં આ ઘટનાને લઇ ગાંધીનગરથી પુછપરછ કરવામાં આવી હતી. તેમજ ડેપ્યુટી સીએમ નિતીનભાઇ પટેલે પણ આ ઘટનાને લઇ અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો હતો. તેમજ ડેપ્યુટી સીએમએ અધિકારીઓને જરૂરી સુચનાઓ પણ આપી હતી. મંજુરી પ્રક્રિયા બાકી હોઇ અભ્યારણ્ય વિસ્તારમાંથી પસાર થતાં રોડ પરનાં બ્રિજ તથા કનવર્ટની રિપેરીંગ કામગીરી મંજુરી મળ્યા બાદ હાથ ધરવાની રહેશે.

X
R&B ask tp approval on July 19, forest department gives conditional approval to 20 Days junagadh
મોડી રાત સુધી વાહનોને બહાર કાઢવાની કામગીરી ચાલુ રહીમોડી રાત સુધી વાહનોને બહાર કાઢવાની કામગીરી ચાલુ રહી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી