• Home
  • Sports
  • Cricket
  • Ravindra Jadeja becomes India's most valuable player, magazine tells his role is very important

વિઝ્ડનના ટેસ્ટ ટોપ-10માં 2 ભારતીય / રવિન્દ્ર જાડેજા ઇન્ડિયાનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યો, મેગઝીને કહ્યું- તેની ભૂમિકા ખૂબ મહત્વની

Ravindra Jadeja becomes India's most valuable player, magazine tells - his role is very important
X
Ravindra Jadeja becomes India's most valuable player, magazine tells - his role is very important

  • લિસ્ટમાં ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ, ચોથા નંબરે ગ્લેન મેકગ્રા અને પાંચમા નંબરે શોન પોલોક છે
  • જાડેજાએ ગયા વર્ષે ડાબોડી બોલર તરીકે સૌથી ઓછી 44 ટેસ્ટમાં 200 વિકેટ લઈને શ્રીલંકાના રંગના હેરાથ (47 મેચ)નો રેકોર્ડ તોડ્યો હતો

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 05:59 PM IST

વિઝ્ડને 21મી સદીના ભારતના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર તરીકે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું નામ જાહેર કર્યું છે. જ્યારે શ્રીલંકાના મુથૈયા મુરલીધરનને વિશ્વના સૌથી કિંમતી ખેલાડીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જાડેજા તેના પછી બીજા ક્રમે છે. વિઝ્ડને ક્રિકવિઝ રેટિંગ્સના આધારે ખેલાડીઓની પસંદગી કરી છે.

2012થી ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર જાડેજાએ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં ત્રણેય ડિપાર્ટમેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ યાદીમાં ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ, ચોથા નંબરે ગ્લેન મેકગ્રા અને પાંચમા નંબરે સાઉથ આફ્રિકાનો શોન પોલોક છે.

ટેસ્ટમાં ટોપ-10માં અશ્વિન બીજો ભારતીય

નંબર ખેલાડી દેશ
1. મુથૈયા મુરલીધરન શ્રીલંકા
2. રવિન્દ્ર જાડેજા ભારત
3. સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા
4. ગ્લેન મેકગ્રા ઓસ્ટ્રેલિયા
5. શોન પોલોક સાઉથ આફ્રિકા
6. શાકિબ અલ હસન બાંગ્લાદેશ
7. જેક કાલિસ સાઉથ આફ્રિકા
8. રવિચંદ્રન અશ્વિન ભારત
9. પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા
10. શેન વોર્ન ઓસ્ટ્રેલિયા

જાડેજાની બોલિંગ એવરેજ શેન વોર્ન કરતા સારી છે
ક્રિકવિઝના ફ્રેડ્ડી વિલ્ડે વિઝ્ડનને કહ્યું, "31 વર્ષીય ખેલાડી (જાડેજા)ની બોલિંગ એવરેજ 24.62 છે, જે શેન વોર્ન (25.41) કરતા વધુ સારી છે." તે જ સમયે, બેટિંગ એવરેજ 35.26 છે, જે શેન વોટસનની 35.19ની એવરેજ કરતા વધુ સારી છે. તેની બેટિંગ અને બોલિંગ સરેરાશ વચ્ચેનો તફાવત 10.64 છે, જે આ સદીનો બીજો સૌથી શ્રેષ્ઠ છે."

તેમણે કહ્યું, "જાડેજા ભારતનો નંબર વન ખેલાડી છે. આ સ્પિનરની રમત જોઈને કોઈપણ આશ્ચર્ય પામી શકે છે. તેની ટીમમાં ફ્રન્ટલાઈન બોલર તરીકે પસંદગી કરવામાં આવી છે. તે બેટિંગમાં પણ છઠ્ઠા ક્રમે આવે છે. મેચમાં તેની ભૂમિકા ખૂબ મહત્વની છે."

વનડેમાં ટોપ-10માં કોહલી એકમાત્ર ભારતીય

નંબર ખેલાડી દેશ
1. એન્ડ્રુ ફ્લિનટોફ ઇંગ્લેન્ડ
2. શાકિબ અલ હસન બાંગ્લાદેશ
3. ગ્લેન મેકગ્રા ઓસ્ટ્રેલિયા
4. એબી ડિવિલિયર્સ સાઉથ આફ્રિકા
5. કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડ
6. વિરાટ કોહલી ભારત
7. શોન પોલોક સાઉથ આફ્રિકા
8. હાશિમ અમલા સાઉથ આફ્રિકા
9. નાથન બ્રેકન ઓસ્ટ્રેલિયા
10. જેક કાલિસ સાઉથ આફ્રિકા

સૌથી ઓછી ટેસ્ટમાં 200 વિકેટ લેનાર પ્રથમ ડાબોડી બોલર
જાડેજા 44 ટેસ્ટમાં 200 વિકેટ લેનાર પ્રથમ ડાબોડી બોલર છે, આ રેકોર્ડ તેણે ગયા વર્ષે બનાવ્યો હતો. આ પહેલા શ્રીલંકાના રંગના હેરાથે 47 ટેસ્ટમાં 200 વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિન પછી તે બીજો ભારતીય છે કે જેણે સૌથી ઓછી ટેસ્ટમાં 200 વિકેટ લીધી છે. અશ્વિને 37 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. વિશ્વ સ્તરે આ રેકોર્ડ પાકિસ્તાનના સ્પિનર ​​યાસિર શાહ (33 ટેસ્ટ)ના નામે છે.

જાડેજાની 49ટેસ્ટમાં 213 વિકેટ અને 1869 રન છે
તેણે 49 ટેસ્ટમાં 213 અને 165 વનડેમાં 187 વિકેટ ઝડપી છે. જાડેજાએ આ ફોર્મેટ્સમાં અનુક્રમે 1869 અને 2296 રન બનાવ્યા છે. તેણે 49 T-20 માં 39 વિકેટ અને 173 રન બનાવ્યા છે. IPLની વાત કરીએ તો જાડેજાએ લીગની 170 મેચમાં 108 વિકેટ ઝડપી છે અને 1927 રન બનાવ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી