ગાંધીનગર / નવા BJP પ્રદેશ પ્રમુખની પસંદગી માટે રવિશંકર પ્રસાદ ગુજરાત આવશે

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની ફાઇલ તસવીર
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની ફાઇલ તસવીર

Divyabhaskar.com

Dec 03, 2019, 05:31 AM IST
ગાંધીનગર: ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની ટર્મ પૂરી થઈ હોવાથી હવે નવા પ્રદેશ પ્રમુખની પસંદગી માટે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંઘને જવાબદારી સોંપાઈ છે. તેઓ ગુજરાતની મુલાકાત લઈ પાર્ટી હાઇકમાન્ડને પ્રદેશ પ્રમુખનાં નામની ભલામણ કરશે.
ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે, કેન્દ્રીય મોવડીમંડળે તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખની પસંદગી માટે નિરીક્ષકોની નિમણૂક કરી છે તે હેઠળ જ રવિશંકર પ્રસાદ અને અરુણસિંઘની નિયુક્તિ કરાઇ છે. આ નેતાઓ સંપર્ક, સંવાદ અને અનેક સ્તરે ચર્ચા કરીને પોતાનું કામ પૂર્ણ કરશે.
X
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની ફાઇલ તસવીરકેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી