તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • 'Rashtriya Garba' Sung By Thieves And Chowk Along With Mataji's Garba In Navratri To Revive The British In Navsari Before Independence

લડત:આઝાદી પૂર્વે નવસારીમાં અંગ્રેજો સામે જોમ ઉભુ કરવા નવરાત્રિમાં માતાજીના ગરબાની સાથે ચોરે અને ચોકે ગવાતા ‘રાષ્ટ્રીય ગરબા’

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વાતંત્ર સંગ્રામમાં નવસારીના લોકોએ નવરાત્રિને અંગ્રેજો સામે લડવાનું માધ્યમ બનાવ્યું હતું
  • રાષ્ટ્રીય ગરબામાં અંગ્રેજો વિરોધી સૂર સાથે આઝાદીની લડતના સુકાની ગાંધીજી, સરદાર સહિતના સ્વાતંયસેનાનીના ગુણગાન ગવાતા હતા

સામાન્યતે નવરાત્રિમાં માતાજીના ગરબા જ ગવાય છે પણ નવસારી પંથકમાં 1942 થી 1947 નો એક સમય એવો હતો કે નવરાત્રી ‘રાષ્ટ્રીય ગરબા’થકી અંગ્રેજ સરકાર સામે લડત આપવાનું માધ્યમ બન્યું હતું.એમ કહેવાય છે કે લોકમાન્ય તીલકે મહારાષ્ટ્રમાં અંગ્રેજો સામે લડવા લોકોમાં સંગઠન ઉભું કરવા ઠેર ઠેર સાર્વજનિક ગણેશોત્સવને પ્રોત્સાહન આપ્યું હતું. એવી જ રીતે નવસારી પંથકમાં અંગ્રેજો સામે લડવા, અંગ્રેજ શાસનનો વિરોધ કરવા ‘નવરાત્રિ’ને માધ્યમ બનાવાયું હતું. આ સમય 1942 કવીટ ઇન્ડિયા મુવમેન્ટથી 1947 સુધીનો હતો. આ સમયે નવસારી પંથકના જલાલપોર, વિજલપોર ગામ ઉપરાંત કાંઠા વિસ્તાર અને અન્ય ગામોમાં પણ નવરાત્રિમાં માતાજીના ગરબાનું સ્થાન ‘રાષ્ટ્રીય ગરબા’એ લીધું હતું. દરેક નોરતે પ્રથમ માતાજીની આરતી અને એકાદ માતાજીનો ગરબો ગવાયા બાદ રાષ્ટ્રીય ગરબા જ ગવાતા હતા.

જલાલપોરના ગાંધીવાદી નટુભાઈ મણીભાઈ નાયક જણાવે છે કે, રાષ્ટ્રીય ગરબા ગવડાવવામાં વિજલપોરનાં ધીરુભાઈ દાજીભાઈ માહિર હતા. તેમની સાથે વિજલપોરનાં ગોપાલજીભાઈ (આટવાળા) અને તેમના સાથીઓ વિજલપોરમાં તો રાષ્ટ્રીય ગરબા ગાતા, સાથે જલાલપોર અને અન્ય ગામોમાં પણ ગાવા જતા હતા. જલાલપોરના કેસા રામાં, રામજી ભાણા, મંગુભાઇ મકનજી, સુખા ખાપા આહીર પણ આવા ગરબા ગવડાવતા હતા. જલાલપોર વિજલપોર ઉપરાંત દાંડી કાંઠામાં ગોસાઈભાઈ છીબાભાઈ વિગેરે પણ રાષ્ટ્રીય ગરબા ગવડાવતા હતા. આ રાષ્ટ્રીય ગરબામાં અંગ્રેજ શાસન વિરોધનો સુર તો વ્યક્ત કરાતો જ હતો, સાથે રાષ્ટ્રીય કક્ષાએ અંગ્રેજો સામે લડત ચલાવતા ગાંધી, સરદાર, નહેરુ વિગેરેના ગુણગાન પણ ગવાતા હતા. અહીં ઉલ્લેખનીય છે કે આ રાષ્ટ્રીય ગરબાઓ આઝાદી મળતા બંધ થયા ન હતા પણ ત્યારબાદ પણ વિજલપોર, જલાલપોરમાં ગવાતા રહ્યા હતા. વિજલપોરનાં દેસાઈવાડમાં તો ઠેઠ 2000ની સાલ સુધી રતિલાલ રણછોડજી વિગેરે નવરાત્રિમાં રાષ્ટ્રીય ગરબા જ ગવડાવતા રહ્યા હતા.

લોકપ્રિય બનેલા રાષ્ટ્રીય ગરબા...
શસ્ત્ર વિનાના રણયોદ્ધાને નિરખજો નરનાર, પહાડ સમો પડછંદો છે એ ભારતનો ‘સરદાર’
રાજ ડંકો વાગ્યો ને દિલ્હી ધમધમે રે લોલ, પેલા ‘અંગ્રેજો’ને અંગે લાગી લ્હાય રાજ ડંકો ...
ભારત માતાનો સંત ‘ગાંધી’ મોંઘેરો’ દુનિયા ડોલાવી અેણે દીધી રે...
આંધી માને અણનમ ને અણથંભ્યો ચાલ્યો જાય, પેલો ‘ગાંધી’ચાલ્યો જાય
એ તો ધરાસણા જન્મભૂમિ ગુજરાતે ભારત દેશમાં

રાષ્ટ્રીય ગરબા ગાનારની ધરપકડ કરાતી
ગાંધીવાદી નટુભાઈ નાયક જણાવે છે કે, આ ગરબાને સાંભળી તે વખતની અંગ્રેજોની પોલીસ બેસી રહેતી ન હતી, પગલાં પણ લેતી હતી. રાષ્ટ્રીય ગરબામાં શાસન વિરિધ ઉશ્કેરણીના સબબ વારંવાર ધરપકડો કરાતી હતી. વિજલપોરનાં ધીરુ દાજી તો રીતસર આંખમાં જ રહેતા હતા. એક વખત તો તેમને ધરપકડ કરી 8 -10 દિવસ બેસાડી રાખ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો