કચ્છ / સામખિયાળીમાં સમૂહલગ્ન અને ઋષિ કુમારોના યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાયા

Rashi sacrificial marriage programs were organized in Samkhyali

  • સમસ્ત બ્રહ્મ સમાજના 9 યુગલો  લગ્નગ્રંથિથી જોડાયા : સંતોએ આપ્યા આશિર્વાદ

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 01:06 PM IST

ભચાઉઃ તાલુકાના સામખીયાળીની બાજુમાં આવેલ સંત સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય પર બ્રાહ્મીણ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજીત સમસ્ત કચ્છ બ્રહ્મસમાજ સમૂહલગ્નોત્સવમાં 9 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા તેમજ 33 ઋષિ કુમારોને યજ્ઞોપવિતની દીક્ષા આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાગવત શાસ્ત્ર તથા દક્ષિણા આપી
આ પ્રસંગે આચાર્ય શાસ્ત્રી લાલા મારાજ, અશ્વીનભાઈ શાસ્ત્રી, પ્રકાશઆનંદ બ્રહ્મચારી બાપુ (અધ્યક્ષ, સંઘ્યાગીરીબાપુ વેદ વિદ્યાલય), સિધ્ધાર્થભાઈ શાસ્ત્રી, અવિનાશભાઈ શાસ્ત્રી, અંબાલાલભાઈ, ગૌતમભાઈ શાસ્ત્રી, કુલદિપસિંહ જાડેજા (ભચાઉ નગરપાલિકા અધ્યક્ષ), ઉમીયાશંકર જોષી (સમૂહલગ્નોત્સવ સમિતિ, અધ્યક્ષ) વગેરેની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્મચારી બાપુ દ્વારા યજ્ઞોપવિત ધારણ કરનારા ઋષિ કુમારોને ગુરુ મંત્રની સાથે દક્ષિણા તથા પુસ્તકોની ભેટ તેમજ નવદંપતીઓને સુખી દામ્પત્ય જીવન માટે આશીર્વાદ આપ્યા હતા સાથે ભાગવત શાસ્ત્ર તથા દક્ષિણા આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કૃષ્ણાનંદજી બાપુ (પાકડસર જાગીર), ભાનુપ્રસાદ ગોર (હનુમાન ધામ) તરફથી પૂજાની કિટ અને દક્ષિણા આપવામાં આવી હતી.

સંચાલન અને આભારવિધી કરવામાં આવી
આ કાર્યક્રમમાં ઉપસ્થિત દાતાઓનું તેમજ લગ્નોત્સવમાં સેવા આપનાર દશરથભાઈ ખાડેક, વિક્રમ મઢવીનું સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જગદિશભાઈ પંડ્યા, હિરાલાલ ગોર, મનોજભાઈ જોષી, ગિરીશભાઈ જોષી, દયારામભાઈ સુંબળ વગેરે ઉપસ્થિત રહી નવદંપતિ તથા યજ્ઞોપવિત ધારણ કરનાર કુમારોને આર્શીવાદ પાઠવ્યા હતા. આ પ્રસંગને સફળ બનાવવા માટે દિપક રાજગોર, વિષ્ણુભાઈ જોષી, રમેશભાઈ એચ. જોષી, મહેશભાઈ જોષી વગેરેએ જહેમત ઉઠાવી હતી તથા સંચાલન અને આભારવિધી વિકાસ રાજગોરે કર્યા હતી.

X
Rashi sacrificial marriage programs were organized in Samkhyali

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી