તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રેસ્કયુ:દિયોદરના મોજરૂજુના ગામેથી દુર્લભ કીડીખાઉં મળી આવ્યું

દિયોદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિયોદરના મોજરૂજુના ગામે કીડીખાઉં દેખાતા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરી પાંજરે પુરાયું હતું.ત્યાર બાદ બાલારામ લઈ જવાયું હતુ.
  • કીડીખાઉંને બાલારામ રેસ્કયુ સેન્ટર પર લઈ જવાયું

દિયોદર તાલુકાના મોજરૂજુના ગામે રવિવારે સવારમાં એક ખેતરમાં વન્ય પ્રાણી કીડીખાઉં જોવા મળતા કુતૂહલ સર્જાયું હતું. આ અંગે ઘટના સ્થળે લોકોના ટોળા જામ્યા હતા. ત્યારબાદ આ અંગે વહીવટી તંત્રને જાણ કરાતા દિયોદર વનવિભાગ દ્વારા કીડીખાઉં રેસ્કયુ કરી બાલારામ રેસ્ક્યુ સેન્ટર પર મોકલ્યો હતો.

મોજરુ જુના ગામે પ્રાણી દેખવા મળતા પ્રજામાં કુતૂહલ સર્જાયું હતું. આ અંગે સરપંચ હિંમતસિંહ અનુપસિંહ દરબાર એ જણાવ્યું હતું કે ‘મોજરૂજુના ગામે ડાયાભાઈ જોશીના ખેતરમાં રવિવારે સવારના પ્રથમ નજરે કીડીખાઉ પ્રાણી જોવા મળતા થોડાક સમય માટે પ્રજામાં ભય ફેલાયો હતો. આથી મામલતદારને જાણ કરાતા મામલતદાર કે.કે.ઠાકોર દ્વારા વનવિભાગને જાણ કરાતા આર.એફ.ઓ.મહેન્દ્રસિંહ વાઘેલા અને સ્ટાફે રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને બાલારામ રેસ્ક્યુ સેન્ટર પર મૂકવામાં આવ્યું હતું.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે કીડીખાઉ ખોરાકમાં કીડી, મકોડા, ઉંધઇનો ઉપયોગ કરે છે. રાફડા ખોતરીને ખોરાક લેતું હોય છે તેમજ આ વન્ય પ્રાણી બનાસકાંઠાના જેસોર અભ્યારણ જોવા મળે છે. આરએફઓ મહેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જણાવ્યું હતું કે ‘કીડીખાઉં હિંસક પ્રાણી નથી તે સામાન્ય કાચબા જેવા લક્ષણો ધરાવતું પ્રાણી છે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો