તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિવાદ:કારોબારી વગર પ્રતિનિધિનું નામ મોકલાયાની રાવ ઊઠી, પ્રા.શિ.સં.ના સંગઠનમંત્રી સામે આક્ષેપ

વઢવાણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠન મંત્રીએ કારોબારી બેઠક બોલાવ્યા વગર રાજય પ્રતિનિધિ તરીકે નામ મોકલાયુ હોવાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ન્યાય ન મળે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી અપાઇ છે. ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે. આ ચૂંટણીમાં દરેક જિલ્લાના 400 શિક્ષક દિઠ એક શિક્ષકનું નામ રાજય કારોબારી સભ્ય તરીકે મોકલવામાં આવે છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બંધારણ વિરૂધ્ધ કોઇપણ જાતની કારોબારી બેઠક બોલાવ્યા વગર મનસ્વી રીતે નામ રાજયમાં મોકલ્યુ હોવાની રાવ ઉઠી છે. સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠ્ઠન મંત્રી ચોટીલા તાલુકાના ખેરાણા ગામના મદદનીશ શિક્ષક ડો. દીપેન્દ્ર ધાધલે જિલ્લા વિકાસ અધિકારી અને રાજય સંઘના પ્રમુખ અને મહામંત્રીને આ અંગે રજૂઆત કરી છે. જેમાં સંઘના બંધારણ પ્રમાણે ત્રણ માસે કારોબારી બોલાવવાની હોય છે. પરંતુ બે વર્ષથી એક પણ કારોબારી બોલાવવામાં આવી ન હોવાનું પણ જણાવાયુ છે. આથી યોગ્ય કરવા જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી કરાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો