કન્ફર્મ / મેડમ તુસાદ મ્યુઝિયમમાં દીપિકા સાથે રણવીરનું સ્ટેચ્યુ મુકાશે, આઈફા અવોર્ડમાં તેણે કન્ફર્મ કર્યું

Ranveer Singh will Join Wife Deepika Padukone At Madame Tussaud Museum London as Wax Figure

Divyabhaskar.com

Sep 20, 2019, 06:33 PM IST

બોલિવૂડ ડેસ્ક: મુંબઈમાં યોજાયેલ આઈફા અવોર્ડ્સ 2019 દરમ્યાન રણવીર સિંહે પોતાના વેક્સ સ્ટેચ્યુની વાત જાહેર કરી હતી. રણવીરને આ અવોર્ડ સેરેમનીમાં ‘પદ્માવત’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરના અવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. રણવીરે આ અવોર્ડ લીધા બાદ વેક્સ સ્ટેચ્યુની વાતનો ખુલાસો કર્યો કે લંડનમાં આવેલ મેડમ તુસાદ મ્યુઝિયમમાં દીપિકાની સાથે જ તેનું પણ સ્ટેચ્યુ ટૂંક સમયમાં જોવા મળશે.

ઈમોશનલ દીપિકા
જ્યારે રણવીર સ્ટેજ પર હતો ત્યારે તેણે કહ્યું કે, ‘મારા સાસુ કહેતા કે- તમે પણ ઘણી મહેનત કરો છો, અમે તમારું પણ એક સ્ટેચ્યુ જોવા ઇચ્છીએ છીએ. એટલા માટે મમ્મી અમે લંડન જઈ રહ્યા છીએ. હવે હું તમને લંડનમાં દેખાઈશ.’ દીપિકાનું વેક્સ સ્ટેચ્યુ પહેલેથી જ મ્યુઝિયમમાં હાજર છે. જ્યારે રણવીર આ વાત કહી રહ્યો હતો ત્યારે દીપિકા ઈમોશનલ થઇ ગઈ હતી.

હું લંડન જઈ રહ્યો છું
દીપિકાના વેક્સ ફિગર બાબતે તેણે કહ્યું કે, ‘મારે માત્ર એટલું કહેવું છે કે મારી પત્નીનું સ્ટેચ્યુ સૌથી સેક્સી છે. દીપિકા પર્ફેક્ટનિસ્ટ છે. હું ટૂંક સમયમાં ત્યાં મારો ડ્રેસ અને પોઝ ફાઇનલ કરવા માટે જઈ રહ્યો છું. આ અમારાં માટે છે, પતિ અને પત્ની મેડમ તુસાદ લંડનમાં એકસાથે હોઈશું.’

કપલ તરીકેની આગામી ફિલ્મ
આ કપલ લગ્ન બાદ પહેલીવાર પતિ પત્નીના રોલમાં ડિરેક્ટર કબીર ખાનની આગામી ફિલ્મ ‘83’માં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર કપિલ દેવના રોલમાં છે જ્યારે દીપિકા તેમની પત્ની રોમીના રોલમાં છે.

X
Ranveer Singh will Join Wife Deepika Padukone At Madame Tussaud Museum London as Wax Figure

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી