અપકમિંગ / રણવીર સિંહ ‘83’ ફિલ્મ બાદ ‘જયેશભાઇ જોરદાર’ ફિલ્મમાં કામ કરશે

Ranveer Singh will be working in the film 'Jayeshbhai Jodaar' after '83'

  • ફિલ્મમાં રણવીર ગુજરાતી વ્યક્તિ જયેશભાઇના રોલમાં હશે
  • ‘જયેશભાઇ જોરદાર’ યશ રાજ પ્રોડક્શનની ફિલ્મ છે 
  • 'કેવી રીતે જઈશ’ ફેમ એક્ટર દિવ્યાંગ ઠક્કર આ ફિલ્મનો રાઇટર અને ડિરેક્ટર

divyabhaskar.com

May 27, 2019, 01:23 PM IST

બોલિવૂડ ડેસ્ક: રણવીર સિંહ હાલ ડિરેક્ટર કબીર ખાનની બાયોપિક ફિલ્મ ‘83’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ બાદ રણવીર યશ રાજ પ્રોડક્શનની ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’માં કામ કરશે. આ ફિલ્મના નામ પરથી જ ખબર પડી જાય છે કે ફિલ્મ ગુજરાતી કેરેક્ટર પર છે. ફિલ્મમાં રણવીર ગુજરાતી વ્યક્તિ જયેશભાઇના રોલમાં જ હશે. ફિલ્મ ગુજરાતમાં સેટ છે અને તેમાં હ્યુમર ભરપૂર માત્રામાં હશે. આ એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ બધા લોકો માટે છે. આ ફિલ્મને ડેબ્યુ રાઇટર અને ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કર લખવાના અને ડિરેક્ટ કરવાના છે. આ ફિલ્મને મનીષ શર્મા પ્રોડ્યૂસ કરવાના છે.

રણવીર સિંહે અગાઉ સંજય લીલા ભણસાલીની ‘રામલીલા’ ફિલ્મમાં પણ એક ગુજરાતીનો રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ હવે ‘જયેશભાઇ જોરદાર’ ફિલ્મમાં બીજી વખત તે ગુજ્જુના રોલમાં જોવા મળશે. રણવીરને ફિલ્મની સ્ક્રિપ્ટ એટલી બધી પસંદ આવી કે, તે ‘83’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો છતાં આ ફિલ્મ માટે તેને તરત ઓકે કહી દીધું હતું. ‘જયેશભાઇ જોરદાર’ ફિલ્મ ‘83’ ફિલ્મ રિલીઝ થયા બાદ રિલીઝ થશે.

રણવીર સિહેં આ ફિલ્મ વિશે જણાવતાં કહ્યું કે, ‘હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું દેશના સારા ફિલ્મમેકર્સ સાથે કામ કરી રહ્યો છું. તેઓએ મારા પર ભરોસો કર્યો અને તેમના સિનેમેટિક વિઝનને લીડ કરવા મને પસંદ કર્યો તે માટે હું ધન્ય અનુભવી રહ્યો છે. આજે એક એક્ટર તરીકે જે મેં કમાયું છે તે બધું આ લોકોના મારા પરના ભરોસાને કારણે જ છે. મને ખુશી છે કે હું અત્યારે એવી જગ્યાએ છું જ્યાં હું અનોખા ટેલેન્ટને પારખી શકું છું અને નવા રાઇટર-ડિરેક્ટર દિવ્યાંગ જેવા વ્યક્તિના બ્રિલિયન્ટ વિઝન માટે લીડ રોલ કરી શકું છું.’

ફિલ્મ વિશે જણાવતાં રણવીરે ઉમેર્યું કે, ‘જયેશભાઇ ફિલ્મ એક વિશાળ હૃદય સાથેની ફિલ્મ છે. હકીકતમાં આ એક મિરેકલ સ્ક્રિપ્ટ છે જે માટે YRF એ મને શોધી કાઢ્યો. ફિલ્મના મજેદાર લખાણે જ મને આ ફિલ્મને તરત લીલી ઝંડી આપવા માટે મજબૂર કર્યો હતો. આ અત્યાર સુધીમાં મેં વાંચેલી સ્ક્રિપ્ટમાંની સૌથી દમદાર સ્ક્રિપ્ટ છે, જેમાં મસાલો અને હ્યુમર બન્ને છે.’

ફિલ્મના પ્રોડ્યૂસર મનીષ શર્માએ ‘બેન્ડ બાજા બારાત’ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. રણવીર સાથે બીજી વખત કામ કરવા બાબતે તેમણે જણાવ્યું કે, ‘એક ફિલ્મમેકર માટે સ્ક્રિપ્ટ જ સર્વસ્વ છે, જેમાં યોગ્ય મેસેજ મનોરંજક રૂપમાં આપવામાં આવે. દિવ્યાંગની સ્ક્રિપ્ટ આનું બેસ્ટ ઉદાહરણ છે. તે આ ફિલ્મને ડિરેક્ટ કરે તે માટે અમે બધા ખૂબ ઉત્સુક છીએ. લગભગ એક દાયકા પહેલાં મેં અને રણવીરે આ જર્ની સાથે શરૂ કરી હતી જ્યારે YRFએ અમારા જેવા ન્યૂકમર્સ પર ભરોરો મૂક્યો હતો. આજે અમે ઓડિયન્સને એક સારી ફિલ્મ આપવા માટે બીજા એક ન્યૂકમર સાથે હાથ મિલાવ્યો છે.’

X
Ranveer Singh will be working in the film 'Jayeshbhai Jodaar' after '83'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી