ફની / રણવીર સિંહે લગ્ન-પાર્ટી માટે જાહેરાત આપી, દીપિકા પાદુકોણે કહ્યું, બુકિંગ માટે મારો સંપર્ક કરો

Ranveer Singh shared a his  pic, Deepika Padukone Opens Bookings for Entertainer

Divyabhaskar.com

Oct 31, 2019, 02:28 PM IST

મુંબઈઃ હાલમાં જ રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામમાં પોતાની એક ક્લીન શેવ તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને રણવીરે ફની કેપ્શન આપ્યું હતું. રણવીરની આ તસવીર પર બોલિવૂડ સેલેબ્સે રસપ્રદ કમેન્ટ્સ કરી હતી. રણવીરની પત્ની દીપિકાએ પણ આ તસવીર પર કમેન્ટ કરી હતી.

રણવીરે તસવીર શૅર કરી
રણવીરે નેવી બ્લૂ શેરવાની પહેરેલી તસવીર શૅર કરી હતી અને તેણે કેપ્શન આપ્યું હતું, લગ્નની સિઝન આવી ગઈ છે. એન્ટરટેઈનર ભાડેથી લેવા માટે, ઈવેન્ટ્સ, લગ્ન, બર્થડે, મુંડન, તમામ માટે તૈયાર છે.

દીપિકા સહિતના સેલેબ્સે કમેન્ટ કરી
રણવીરની આ તસવીર પર દીપિકાએ કમેન્ટ કરી હતી, રણવીર સિંહને હાયર કરવા માટે દીપિકા પાદુકોણનો સંપર્ક કરો. દીપિકા ઉપરાંત અનુપમ ખેર, એકતા કપૂર, અર્જુન કપૂર, મિમી ચક્રવર્તી, કરિશ્મા કપૂર, જતિન શર્મા, સૌફી ચૌધરી સહિતના સેલેબ્સે કમેન્ટ કરી હતી. અર્જુન કપૂરે કહ્યું હતું કે બાબુ તું બહુ જ સસ્તો છે અને આ બધું મોંઘું છે. એકતા કપૂરે કહ્યું હતું કે વરરાજા જોઈએ છે, તમારો મેનેજર કોણ છે, અમારો સંપર્ક કરે. અનુપમ ખેરે કમેન્ટ કરી હતી, આ તસવીરમાં તમારા જે એક્સપ્રેશન છે, તે જોયા બાદ તમને જે બોલાવશે, તેનામાં બહુ જ હિંમત હશે. ‘સેક્રેડ ગેમ્સ’ ફૅમ જતિન શર્માએ કહ્યું હતું, કોઈના પણ લગ્નમાં નાચીશ, કોઈના પણ મુંડનમાં નાચીશ, કોઈના ત્યાં બાળક જન્મશે તો પણ નાચીશ.

‘જયેશભાઈ જોરદાર’ની તૈયારીમાં વ્યસ્ત
હાલમાં જ રણવીર સિંહે કબીર ખાનની ફિલ્મ ‘83’નું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની છે. હવે, રણવીર યશરાજ બેનરની ‘જયેશભાઈ જોરદાર’ની તૈયારીમાં વ્યસ્ત છે. દિવ્યાંગ ઠક્કર આ ફિલ્મને ડિરેક્ટ કરશે. ફિલ્મમાં રણવીર ગુજરાતી બિઝનેસમેનની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત રણવીરે ‘સૂર્યવંશી’માં કેમિયો કર્યો છે.

X
Ranveer Singh shared a his  pic, Deepika Padukone Opens Bookings for Entertainer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી