ક્રિકેટ પ્રેમ / રણવીર સિંહે સચિન તેંડુલકર, વસીમ અકરમ અને વિવિયન રિચાર્ડ્સે સાઈન કરેલું બેટ 1.75 લાખમાં ખરીદ્યું

Ranveer Singh purchases a bat signed by Sachin Tendulkar, Wasim Akram and Vivian Richards for 1.75 lakhs

divyabhaskar.com

Jun 04, 2019, 03:36 PM IST

બોલિવૂડ ડેસ્ક: ‘83’ ફિલ્મ માટે રણવીર સિંહ ટીમ સાથે હાલ લંડનમાં શૂટિંગ કરી રહ્યો છે. ત્યાં જ સોમવારે રણવીર એક ઇવેન્ટમાં સચિન તેંડુલકર, વિવિયન રિચાર્ડ્સ અને શેન વોર્નને મળ્યો હતો અને તેમની સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા હતા. આ ઇવેન્ટમાં પાકિસ્તાની ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અકરમ સહિત બીજા પણ ભૂતપૂર્વ ક્રિકેટર્સ હાજર હતા. રિપોર્ટ મુજબ, રણવીર સિંહે સચિન તેંડુલકર, વસીમ અકરમ અને વિવિયન રિચાર્ડ્સે સાઈન કરેલું બેટ 2000 પાઉન્ડ્સમાં ખરીદ્યું હતું. એટલે અંદાજે બેટની કિંમત 1.75 લાખ રૂપિયા થઇ. રણવીરે હરાજી દરમ્યાન સૌથી વધુ 2000 પાઉન્ડ્સની બોલી લગાવી હતી અને તે ઓટોગ્રાફ કરેલું બેટ જીતી ગયો.

ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘83’ 1983ના ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત છે, જેમાં ભારત કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં છે. ફિલ્મના સ્ટાર્સને ખુદ ક્રિકેટર્સ કપિલ દેવ, મદન લાલ, યશપાલ શર્મા અને બલવિંદર સિંહ સંધુ ટ્રેનિંગ આપી રહ્યા છે.

ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યૂસર મધુ મન્ટેના, વિષ્ણુ ઇન્દુરી અને કબીર છે. જ્યારે રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ આ ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યું છે.

X
Ranveer Singh purchases a bat signed by Sachin Tendulkar, Wasim Akram and Vivian Richards for 1.75 lakhs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી