અમદાવાદ / રણવીર સિંહે તેના ફેન અંકિત ગાંધીના માતા-પિતા સાથે હોટેલમાં મુલાકાત કરી સેલ્ફી લીધી

અંકિત ગાંધીના માતા રણવીર સિંહ સાથે
અંકિત ગાંધીના માતા રણવીર સિંહ સાથે

Divyabhaskar.com

Jan 20, 2020, 07:35 PM IST

અમદાવાદઃ શહેરના અંકિત ગાંધી રણવીર સિંહના માતા-પિતા સાથે વ્યક્તિગત મુલાકાત કરી. નોંધનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી રણવીર સિંહ તેની આગામી ફિલ્મ જયેશભાઇ જોરદારના શૂટિંગ માટે અમદાવાદમાં છે. 18 તારીખે અમદાવાદની નજીકના લોકેશન પર શૂટિંગ પૂર્ણ થતાં 19 તારીખે રણવીર અમદાવાદની હોટેલમાં રોકાયો હતો.

અંકિત ગાંધીના પિતા રણવીર સિંહ સાથે

અંકિતના માતાપિતા સાથે સેલ્ફી પણ આપી
ઉલ્લેખનીય છે કે, રણવીરનું અમદાવાદમાં અંકિતે સ્વાગત કર્યું હતું. ત્યારે જ અંકિતે રણવીરને તેના માતા પિતા ને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રણવીરે ખાતરી આપી હતી કે શૂટિંગ પૂર્ણ થયા બાદ તે ચોક્કસ સમય કાઢી ને મળશે. શૂટિંગ પૂરું થયા બાદ રણવીરે અંકિતને તેના માતા પિતા સાથે હોટેલના રૂમમાં મુલાકાત માટે બોલાવ્યા હતા. 5 મિનિટ જેટલો સમય રણવીરે તેના ફેન અંકિત અને તેના માતા-પિતાને આપ્યો હતો. આ મુલાકાત દરમ્યાન રણવીર પણ એક પરિવારના સદસ્યની જેમ અંકિતને ભેટી પડતાં અંકિતના માતા-પિતા ભાવુક થઈ ગયા હતા. રણવીરે અંકિતને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. સાથે સાથે અંકિત તેમના મિત્રોના 2 બાળકોને પણ લઈ ગયા હતા અને રણવીરે તેઓ સાથે પણ રમૂજ કરીને સેલ્ફી આપી હતી. તે ઉપરાંત છેલ્લા 5 દિવસથી રણવીરના માતા અંજુબેન ભવનાની પણ અહીંયા હાજર હતા અને તેઓએ પણ અંકિતના માતા પિતા સાથે મુલાકાત કરી હતી. આજે રણવીર વહેલી સવારે ઇડરમાં આગામી શૂટીંગ માટે રવાના થયો છે અને 23 તારીખ સુધી ત્યાં જ રોકાશે. ત્યારબાદ મુંબઈ જવા રવાના થશે.

રણવીરનો જન્મદિવસ ઉજવવા ખાસ હૈદરબાદ ગયો હતો
રણવીરની પ્રથમ ફિલ્મ બેન્ડ બાજા બારાતથી અંકિત તેનો ફેન છે અને તમામ ફિલ્મના પ્રોમોશનમાં અંકિત તેને મળ્યો છે. હવે તો રણવીર અને તેની આખી ટિમ અંકિતને પર્સનલી ઓળખે છે. ભૂતકાળમાં અંકિત ખાસ પદ્માવત ફિલ્મ જોવા મુંબઇ ગયા હતા. તેમજ રણવીરનો જન્મ દિવસ ઉજવવા ખાસ હૈદરાબાદ પણ ગયા હતા. આ તમામ પ્રસંગે રણવીર તેને મળ્યો હતો. સામાન્ય રીતે કલાકાર તેઓના ફેન્સને મળતા હોય તેવું સાંભળ્યું હશે, પણ ફેન્સના માતા પિતાને પણ સમય કાઢીને મળવું તે જ રણવીરનો ફેન પ્રત્યેનો આદર ભાવ દર્શાવે છે.

X
અંકિત ગાંધીના માતા રણવીર સિંહ સાથેઅંકિત ગાંધીના માતા રણવીર સિંહ સાથે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી