અપકમિંગ / ‘83’ની રૅપ-અપ પાર્ટી માણ્યા બાદ રણવીર સિંહ હૈદરાબાદ જવા રવાના, ‘સૂર્યવંશી’ના ક્લાઈમેક્સનું શૂટિંગ કરશે

Ranveer Singh leaves for Hyderabad after 83  wrap-up party, will shoot Sooryavanshi climax

Divyabhaskar.com

Oct 08, 2019, 06:50 PM IST

મુંબઈઃ હાલમાં જ રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણ ‘83’ની રૅપ અપ પાર્ટીમાં હાજર રહ્યાં હતાં. પાર્ટી એન્જોય કર્યાં બાદ રણવીર સિંહ તરત જ હૈદરાબાદ જવા રવાના થયો હતો. હૈદરાબાદમાં રણવીર સિંહ ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’નું શૂટિંગ કરશે.

ક્લાઈમેક્સ શૂટ કરશે
રણવીર સિંહે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’માં પોલીસ સંગ્રામ ભાલેરાવનો રોલ પ્લે કર્યો હતો. અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ના ક્લાઈમેક્સમાં રણવીરનો કેમિયો જોવા મળશે. અહીંયા સાત દિવસ સુધી ક્લાઈમેક્સનું શૂટિંગ રામોજી ફિલ્મસિટીમાં કરવામાં આવશે. રણવીર ઉપરાંત ફિલ્મમાં અજય દેવગન પણ જોવા મળશે.

‘83’ની રૅપ અપ પાર્ટીમાં સાથે દીપિકા-રણવીર સાથે આવ્યા હતાં
ચાર મહિનામાં ‘83’નું શૂટિંગ પૂર્ણ મુંબઈમાં રૅપ અપ પાર્ટી આપવામાં આવી હતી. ફિલ્મનું શૂટિંગ લંડન તથા મુંબઈમાં કરવામાં આવ્યું હતું. દીપિકા તથા રણવીર સાથે આવ્યા હતાં અને પાર્ટીમાં સેન્ટર ઓફ એટ્રેક્શન બન્યા હતાં. ફિલ્મમાં પણ બંને પતિ-પત્નીના રોલમાં છે. ફિલ્મમાં રણવીરે ક્રિકેટર કપિલ દેવનો રોલ પ્લે કર્યો છે, જ્યારે દીપિકાએ કપિલ દેવની પત્ની રોમી દેવનો રોલ નિભાવ્યો છે. પાર્ટીમાં બંનેએ ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવી દીધી હતી. બંનેએ ‘નશે સી ચઢ ગઈ..’, ‘આંખ મારે..’, ‘ક્યા બાત હૈં..’ જેવા ગીતો પર ડાન્સ કર્યો હતો. ‘83’ને કબીર ખાને ડિરેક્ટ કરી છે અને પ્રોડ્યૂસ સાજીદ નડિયાદવાલા તથા મધુ મન્ટેનાએ કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે 10 એપ્રિલે રિલીઝ થશે.

X
Ranveer Singh leaves for Hyderabad after 83  wrap-up party, will shoot Sooryavanshi climax

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી