Divyabhaskar.com
Jun 16, 2019, 06:27 PM ISTમુંબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપ 2019ની મેચ 16 જૂનના રોજ છે. ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોતા હતાં. બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ પણ માન્ચેસ્ટરના સ્ટેડિયમમાં આવ્યો હતો અને ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધાર્યો હતો.
તમામ સાથે ફોટો ક્લિક કર્યાં
રણવીર સિંહ મેચ શરૂ થતા પહેલાં હરભજન સિંહ, બ્રાયન લારા તથા વિરેન્દ્ર સહેવાગ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. તેણે તમામ સાથે તસવીરો પણ ક્લિક કરાવી હતી.
કમેન્ટ્રી બોક્સમાં જઈ કમેન્ટ્રી પણ કરી
રણવીર સિંહે વિરેન્દ્ર સહેવાગ સાથે કમેન્ટ્રી પણ કરી હતી. ક્રિકેટર રોહિત શર્માએ જ્યારે સદી ફટકારી ત્યારે રણવીર સિંહે રોહિત શર્માના વખાણ કરતાં કહ્યું હતું કે તેનું વેગન વ્હીલ ઘણું જ સારું છે, દરેક દિશામાં રોહિત શોટ મારે છે.
'83'માં વ્યસ્ત
રણવીર સિંહ હાલમાં લંડનમાં ફિલ્મ '83'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ભારતે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો તેના પર આધારિત છે. ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં છે. તેની પત્નીના રોલમાં દીપિકા પાદુકોણ છે. આ ફિલ્મ આવતા વર્ષે 10 એપ્રિલે રિલીઝ થવાની છે. ફિલ્મના ડિરેક્ટર કબીર ખાન છે.