અપકમિંગ / રાજસ્થાનમાં 'મર્દાની 2'નું ફર્સ્ટ શિડ્યૂઅલનું શૂટિંગ પૂરું, રાની મુખર્જી ટીમ સાથે જોવા મળી

Rani Mukerji was seen in the shoot of 'Mardaani 2' in Rajasthan

divyabhaskar.com

May 29, 2019, 06:04 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી ફિલ્મ 'મર્દાની 2'માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ લાંબા સમયથી રાજસ્થાનમાં ચાલતું હતું. રાની મુખર્જીએ 'મર્દાની 2'નું ફર્સ્ટ શિડ્યૂઅલ રાજસ્થાનમાં પૂરું કર્યું હતું. શૂટિંગ પૂરું થતાં યશરાજ ફિલ્મ્સે ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શૅર કરી હતી.

ટીમની વચ્ચે રાની મુખર્જી
તસવીરમાં રાની મુખર્જી તથા પૂરી ટીમે એક જેવા રંગની ટી-શર્ટ પહેરી છે. તમામની ટી-શર્ટ પર મોટા અક્ષરોએ 'મર્દાની 2' લખેલું જોવા મળે છે. ટીમની વચ્ચે રાની મુખર્જી બેઠી છે.

મુંબઈમાં લાસ્ટ શિડ્યૂઅલ
સૂત્રોના મતે, 'મર્દાની 2'નું 90 ટકા શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના કોટા તથા જયપુરમાં કરવામાં આવ્યું છે. હવે, બાકીનું શૂટિંગ મુંબઈમાં થશે. ફિલ્મમાં રાની મુખર્જીએ એસપી શિવાની શિવાજી રોયની ભૂમિકા ભજવી છે. 'મર્દાની' 22 ઓગસ્ટ 2014માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ફિલ્મ હિટ જતાં મેકર્સે ફિલ્મની સીક્વલ બનાવવાનો નિર્ણય લીધો હતો. 'મર્દાની 2'ના ડિરેક્ટર ગોપી પુથરન છે. આદિત્ય ચોપરા આ ફિલ્મ પ્રોડ્યૂસ કરી રહ્યો છે.

X
Rani Mukerji was seen in the shoot of 'Mardaani 2' in Rajasthan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી