સિક્વલ / રાની મુખર્જી અને અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ ‘બંટી ઔર બબલી’ ફિલ્મની સિક્વલ બનશે

Rani Mukerji and Abhishek Bachchan starrer 'Bunty Aur Babli' to get a sequel

  • ફિલ્મની સિક્વલ ‘બંટી ઔર બબલી અગેઇન’માં પણ રાની મુખર્જી અને અભિષેક બચ્ચન જ છે 
  • સિક્વલને ઓરિજિનલ મૂવીના ડિરેક્ટર શાદ અલી જ ડિરેક્ટ કરશે

divyabhaskar.com

May 29, 2019, 11:22 AM IST

બોલિવૂડ ડેસ્ક: રાની મુખર્જી અને અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ ‘બંટી ઔર બબલી’ 2005માં આવી હતી. હવે આ હિટ ફિલ્મની સિક્વલ ‘બંટી ઔર બબલી અગેઇન’ બનવાની છે. આ સિક્વલમાં પણ ઓરિજિનલ સ્ટાર કાસ્ટ રાની મુખર્જી અને અભિષેક બચ્ચન જ છે. ‘બંટી ઔર બબલી અગેઇન’ ફિલ્મનું શૂટિંગ આવતા મહિને શરૂ થઇ શકે છે. આ સિક્વલને ઓરિજિનલ મૂવીના ડિરેક્ટર શાદ અલી જ ડિરેક્ટ કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ‘બંટી ઔર બબલી’ ફિલ્મની સિક્વલ બનાવવા અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હવે ફાઈનલી પ્રોડક્શન હાઉસે ફિલ્મને આગળ વધારવાનો નિર્ણય લઇ લીધો છે. ફિલ્મનું શૂટિંગ આવતા મહિને શરૂ થશે અને જૂનના પહેલા અઠવાડિયામાં મુંબઈમાં સેટ તૈયાર કરવામાં આવશે.

‘બંટી ઔર બબલી’
‘બંટી ઔર બબલી’ ફિલ્મની સ્ટોરી રાની મુખર્જી અને અભિષેક બચ્ચનની હોય છે જે નાના ગામમાંથી આવે છે. અમીર અને ફેમસ બનવા માટે બન્ને ફ્રોડ બને છે અને તેની જોડી ‘બંટી અને બબલી’ના નામે ફેમસ થાય છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન પોલીસના અવતારમાં હતા. હવે ફિલ્મની સિક્વલ ‘બંટી ઔર બબલી અગેઇન’માં અમિતાભ બચ્ચન હોય છે કે કેમ એ જોવાનું રહ્યું.

X
Rani Mukerji and Abhishek Bachchan starrer 'Bunty Aur Babli' to get a sequel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી