વિવાદ / રીતિકની બહેનને લઈ રંગોલી ચિંતામાં; કહ્યું, સુનૈનાનો ફોન બંધ આવે છે, ભગવાન જાણે એની સાથે શું થઈ રહ્યું હશે

Rangoli concerned with taking Hrithik's sister; Said, Sunaina's phone is off, God knows what's going on with her
X
Rangoli concerned with taking Hrithik's sister; Said, Sunaina's phone is off, God knows what's going on with her

Divyabhaskar.com

Jun 20, 2019, 05:29 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ હાલમાં રીતિક રોશનની બહેન સુનૈના રોશનને લઈ ટ્વીટ કરતી હોય છે. સુનૈનાએ હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે કંગના તથા તેની બહેન રંગોલીને મળવાની છે. જોકે, હવે રંગોલીએ સુનૈનાની સુરક્ષાને લઈ સવાલ કરીને સનસનાટી ફેલાવી છે.

રંગોલીએ શું ટ્વીટ કરી

રંગોલીએ ટ્વીટ કરી હતી, 'હાલમાં મારી સૌથી મોટી ચિંતાનું કારણે એ છે કે સુનૈનાનો ફોન બંધ આવે છે અને તે નોટ રિચેબલ છે. ભગવાન જાણે તે લોકો તેની સાથે શું કરી રહ્યાં હશે...મને તેના માટે ઘણો જ ડર લાગી રહ્યો છે'

2. શું કહ્યું હતું સુનૈનાએ?

સુનૈનાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે મુસ્લિમ યુવકને પ્રેમ કરતી હોવાને કારણે તેના પેરેન્ટ્સ તેને હેરાન કરે છે. પિતાએ તેને તમાચો માર્યો હતો. તેનો ભાઈ પણ તેને મદદ કરતો નથી. હાલમાં તેનું જીવન નર્ક બની ગયું છે. તે કંગના તથા તેની બહેન પાસે મદદ માગવાની છે.

3. આ પહેલાં રંગોલીએ આ ટ્વીટ કરી હતી

રંગોલીએ કહ્યું હતું કે સુનૈનાએ કંગના પાસે મદદ માગી છે. તેનો પરિવાર તેને હેરાન કરી રહ્યો છે. કારણ કે સુનૈના દિલ્હીના એક મુસ્લિમ યુવકને પ્રેમ કરે છે. ગયા અઠવાડિયે એક મહિલા પોલીસ ઘરે આવી હતી અને તેણે સુનૈનાને તમાચો માર્યો હતો, તેના પિતા તથા ભાઈએ પણ હાથ ઉપાડ્યો હતો. મને ડર છે કે રોશન પરિવાર સુનૈનાને કોઈ નુકસાન ના પહોંચાડે. આ વાત એટલા માટે જાહેરમાં કહે છે કે સુનૈના સતત કંગનાને ફોન કરી રહી છે. કંગનાને ખબર નથી પડતી કે તે તેની મદદ કેવી રીતે કરે. વધુમાં રંગોલીએ કહ્યું હતું કે કંગનાએ સુનૈનાનો નંબર બ્લોક કરી દીધો છે પરંતુ તેમને સુનૈનાની સુરક્ષાની ચિંતા છે. દરેકને પોતાની રીતે પ્રેમ કરવાની આઝાદી હોવી જોઈએ. રોશન પરિવારે આ વાત સમજવી જોઈએ.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી