આરોપ / રંગોલીનો દાવો, રીતિકની બહેન સુનૈના મુસ્લિમ યુવકના પ્રેમમાં હોવાથી પરિવાર હેરાન કરે છે

Rangoli claim, Hrithik's sister Sunaina is harassed by roshan family

Divyabhaskar.com

Jun 19, 2019, 03:44 PM IST

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર રીતિક રોશનના પરિવારમાં રહેલા મતભેદ ખુલીને સામે આવી રહ્યાં છે. થોડાં સમય પહેલાં તેની બહેન સુનૈના રોશને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને માતા-પિતાની દખલગીરી પસંદ નથી. ત્યારબાદ સુનૈનાએ ટ્વિટર પર ટ્વીટ કરી હતી કે તે કંગના રનૌતને સપોર્ટ કરે છે. ત્યારબાદ કંગનાની બહેન રંગોલીએ સુનૈનાનાં જીવન સાથે જોડાયેલા ખુલાસાઓ ટ્વિટર પર કર્યાં હતાં. રંગોલીએ રોશન પરિવાર પર ગંભીર આરોપો કરતી ત્રણ ટ્વીટ કરી હતી.

રંગોલીએ આ વાત કહી
રંગોલીએ કહ્યું હતું કે સુનૈનાએ કંગના પાસે મદદ માગી છે. તેનો પરિવાર તેને હેરાન કરી રહ્યો છે. કારણ કે સુનૈના દિલ્હીના એક મુસ્લિમ યુવકને પ્રેમ કરે છે. ગયા અઠવાડિયે એક મહિલા પોલીસ ઘરે આવી હતી અને તેણે સુનૈનાને તમાચો માર્યો હતો, તેના પિતા તથા ભાઈએ પણ હાથ ઉપાડ્યો હતો. મને ડર છે કે રોશન પરિવાર સુનૈનાને કોઈ નુકસાન ના પહોંચાડે. આ વાત એટલા માટે જાહેરમાં કહે છે કે સુનૈના સતત કંગનાને ફોન કરી રહી છે. કંગનાને ખબર નથી પડતી કે તે તેની મદદ કેવી રીતે કરે.

કંગનાએ નંબર બ્લોક કર્યો
વધુમાં રંગોલીએ કહ્યું હતું કે કંગનાએ સુનૈનાનો નંબર બ્લોક કરી દીધો છે પરંતુ તેમને સુનૈનાની સુરક્ષાની ચિંતા છે. દરેકને પોતાની રીતે પ્રેમ કરવાની આઝાદી હોવી જોઈએ. રોશન પરિવારે આ વાત સમજવી જોઈએ.

રીતિકના કઝિને પ્રતિક્રિયા આપી
રાકેશ રોશનના ભાઈ રાજેશ રોશનના દીકરા એહસાન રોશને રંગોલી તથા કંગનાના આરોપોનો જવાબ આપતા કહ્યું હતું, 'આ ઘણાં જ દુઃખની વાત છે કે લોકો પરિવારના નાજુક સમયે કઈ હદ સુધી જઈ શકે છે. જો પરિવારમાં કંઈ પણ ઈશ્યૂ હોત તો દીદી (સુનૈના) પોલીસ તથા કાયદાની મદદ લઈ શકે છે. આ બંને બહેનો પરિવારની કેમ પાછળ પડી છે? મારા મોટા પપ્પા હજી સુધી ઠીક થયા નથી. દીદી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. આ પરિવાર માટે મુશ્કેલ સમય છે. મારી તમામને અપીલ છે કે આ મામલાને સંવેદનશીલ ગણીને પરિસ્થિતિનો ફાયદો ના ઉઠાવો.'

X
Rangoli claim, Hrithik's sister Sunaina is harassed by roshan family

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી