ટીઝર / જયલલિતાના જીવન પર આધારિત વેબ સીરિઝ ‘ક્વીન’માં રામ્યા ક્રિષ્નનની પહેલી ઝલક જોવા મળી

Ramya Krishnan's first glimpse into the web series 'Queen' based on Jayalalithaa's life

Divyabhaskar.com

Dec 01, 2019, 04:35 PM IST

હૈદરાબાદઃ તમિળનાડુના સ્વ. પૂર્વ મુખ્યમંત્રી તથા એક્ટ્રેસ જયલલિતા પર વેબ સીરિઝ ‘ક્વીન’નું ફર્સ્ટ ટીઝર હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. 26 સેકન્ડના આ ટીઝરમાં રામ્યા ક્રિષ્નન, જયલલિતા તરીકે જોવા મળે છે. ટીઝરમાં જયલલિતાના જીવનના વિવિધ તબક્કા બતાવવામાં આવ્યા છે. જોકે, ટીઝરમાં રામ્યાનો ચહેરો એકવાર પણ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યો નથી.

જયલલિતાના જીવનના ત્રણ તબક્કા બતાવવામાં આવશે
ગૌતમ વાસુદેવ મેનન તથા પ્રસાથ મુરુગેસને સાથે મળીને ‘ક્વીન’ ડિરેક્ટ કરી છે. આ સીરિઝમાં જયલલિતાના જીવનના ત્રણ તબક્કા બતાવવામાં આવશે, જેમાં સૌ પહેલાં બાળપણ, ટીનેજર તથા રાજકારણમાં ગયા તે વાત બતાવવામાં આવશે. ટીઝરમાં આ ત્રણેય તબક્કાની ઝલક જોવા મળે છે. ગૌતમ તથા પ્રસાથે પાંચ-પાંચ એપિસોડ ડિરેક્ટ કર્યાં છે અને બે એપિસોડ બંનેએ સાથે મળીને ડિરેક્ટ કર્યાં છે. આ શો ક્યારે સ્ટ્રિમ થશે, તેની ડેટ હજી સુધી એનાઉન્સ કરવામાં આવી નથી. જોકે, ચર્ચા છે કે આ સીરિઝની બીજી સિઝન પણ આવશે.

હાલમાં જ જયલલિતાની ભાણીએ કોર્ટમાંથી પરમિશન મેળવી
જયલલિતાના જીવન પરથી માત્ર વેબ સીરિઝ જ નહીં પરંતુ બાયોપિક ફિલ્મ પણ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું નામ ‘થલાઈવી’ છે અને કંગના લીડ રોલ પ્લે કરી રહી છે. તાજેતરમાં જ મદ્રાસ હાઈકોર્ટે સ્વ. જયલલિતાની ભાણી દિપાને ‘થલાઈવી’ના મેકર્સ વિરુદ્ધ સિવિલ કેસ કરવાની પરવાનગી આપી છે.

હવે, દિપા ‘થલાઈવી’ના ડિરેક્ટર એ એલ વિજય તથા ગૌતમ મેનન પર કેસ કરી કરશે અને તે જયલલિતાના જીવન પરથી અન્ય પ્રોજેક્ટ્સ બનાવતા મેકર્સ પર પણ કેસ કરી શકશે. દિપાએ આ મહિનાની શરૂઆતમાં મદ્રાસ હાઈકોર્ટમાં જયલલિતાના જીવન તથા રાજકિય સફર પર ચાલતા બે પ્રોજેક્ટ્સ પર સ્ટે મૂકવાની માગણી કરી હતી. દિપાએ પોતાના એફિડેવિટમાં કહ્યું હતું કે વિજય તથા મેનને તેની જાણ બહાર અને તેની કોઈ પણ સલાહ વગર આ પ્રોજેક્ટ્સ શરૂ કર્યાં છે. તેઓ પાસે કોઈ જ લીગલ રાઈટ નથી કે તેઓ જયલલિતાના જીવન પર ફિલ્મ બનાવી શકે. વધુમાં દિપાએ માગણી કરી હતી કે મેકર્સે તેની પરવાનગી લઈને આખી સ્ક્રિપ્ટ તેને આપવી જોઈએ.

X
Ramya Krishnan's first glimpse into the web series 'Queen' based on Jayalalithaa's life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી