• Home
  • National
  • Ramlala's lawyer said An idol is not required for the temple, citing SC decision

અયોધ્યા / રામલલાના વકીલે કહ્યું- 1949માં મૂર્તિ મૂકવામાં આવી તે પહેલા પણ આ જગ્યા હિંદુઓ માટે પૂજનીય હતી, મુસ્લિમો માટે મક્કા છે તેવું જ હિન્દુઓ માટે અયોધ્યા

Ramlala's lawyer said - An idol is not required for the temple, citing SC decision

  • સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા ભૂમિ વિવાદને લઈને 5માં દિવસે સુનાવણી
  • કોર્ટે ગત સુનાવણીમાં રામલલા વિરાજમાનના વકીલ શ્રીરામના વંશની માહિતી માંગી હતી
  • પછીથી જયપુરના રાજવી પરિવારની દીયાકુમારીએ પોતે જ રામના પુત્ર કુશના વંશજ હોવાનો દાવો કર્યો
     

Divyabhaskar.com

Aug 14, 2019, 03:38 AM IST

નવી દિલ્હીઃ અયોધ્યા ભૂમિ વિવાદ મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં મંગળવારે 5માં દિવસે સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન રામલલા વિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાથને દલીલો કરી હતી. તેમણે કહ્યું કે 1949માં મૂર્તિઓ મૂકવામાં આવી તે પહેલા પણ જન્મસ્થાન હિંન્દુઓ માટે પૂજનીય જ હતું. કોઈ સ્થાનને પૂજનીય બનાવવા માટે ત્યાં માત્ર મૂર્તિની જરૂરીયાત નથી. અમે ગંગા અને ગોવર્ધન પર્વતનું પણ ઉદાહરણ આપી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં રામલલાના વકીલને પૂછયું હતું કે શું શ્રીરામના કોઈ વંશજ અયોધ્યા કે વિશ્વમાં છે ?

વૈદ્યનાથને કહ્યું કે વર્ષોથી હિંદૂ જન્મસ્થાન પર દર્શન માટે જાય છે. અલ્હાબાદ હાઈકોર્ટના ચૂકાદામાં લખવામાં આવ્યું છે કે 1949 બાદ બાબરી મસ્જિદમાં કયારે પણ નમાઝ થઈ નથી. અયોધ્યા મામલાના સાક્ષી હાશિમ અંસારીએ કહ્યું હતું કે અયોધ્યા હિંદૂઓ માટે એટલું પવિત્ર છે, જેટલું મુસ્લમાનો માટે મક્કા છે.

અયોધ્યા મામલામાં અત્યાર સુધીમાં શું થયું ?

મધ્યસ્થતા પેનલ દ્વારા મામલાનું સમાધાન ન નીકળ્યા બાદ કોર્ટ 6 ઓગસ્ટથી સુનાવણી કરી રહ્યું છે. આ અંગે નિયમિત સુનાવણી ત્યાં સુધી ચાલશે, જયાં સુધી કોઈ પરિણામ ન આવે.

પ્રથમ સુનાવણીઃ 6 ઓગસ્ટે સુનાવણીના પ્રથમ દિવસે નિર્મોહી અખાડાએ સમગ્ર 2.77 એકર વિવાદિત જમીન પર પોતનો દાવો કર્યો. અને કહ્યું હતું કે સમગ્ર વિવાદિત જમીન પર 1934થી મુસ્લમાનોના પ્રવેશની મનાહી છે.

બીજી સુનાવણીઃ 7 ઓગસ્ટે બેન્ચે પક્ષકાર નિર્મોહી અખાડાને સંબધિત 2.77 એકર ભૂમિના દસ્તાવેજ રજૂ કરવા કહ્યું હતું. તેની પર અખાડાએ કહ્યું હતું કે 1982માં લૂટ થઈ હતી, જેમાં તમામ દસ્તાવેજો ખોવાઈ ગયા હતા.

ત્રીજી સુનાવણીઃ 8 ઓગસ્ટે બેન્ચે પૂછ્યુ કે એક દેવતા કે જન્મસ્થળને ન્યાય મેળવવા માટે કઈ રીતે ઈચ્છુક માનવામાં આવે, જે આ કેસમાં પક્ષકાર પણ નથી. તેની પર વકીલે કહ્યું કે હિંદૂ ધર્મમાં કોઈ સ્થાનને પવિત્ર માનવા કે પૂજા કરવા માટે મૂર્તિઓ હોવી જરૂરી નથી. નદીઓ અને સૂર્યની પૂજા કરવામાં આવે છે.

ચોથી સુનાવણીઃ 9 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રામલલાના વકીલને પૂછ્યું હતું કે શું ભગવાન રામના કોઈ વંશજ અયોધ્યા કે વિશ્વમાં છે ? તેની પર વકીલે કહ્યું હતું કે- અમને માહિતી નથી. બાદમાં જયપુરના રાજવી પરિવારન દીયાકુમારીએ પોતે શ્રી રામના મોટા પુત્ર કુશના વંશજ હોવાનો દાવો કર્યો હતો. મુસ્લિમ પક્ષે સપ્તાહમાં પાંચ દિવસ સુનાવણી કરવામાં વાંધો ઉઠાવ્યો હતો.

માર્ચમાં બનાવવામાં આવી હતી મધ્યસ્થતા પેનલ

અગાઉ સુપ્રીમ કોર્ટે 8 માર્ચે આ મામલાને વાતચીતથી ઉકેલવા માટે મધ્યસ્થતા પેનલ બનાવી હતી. તેમાં પૂર્વ જસ્ટિસ એફ એમ કુલીફુલ્લા, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર, સિનિયર વકીલ શ્રી રામ પંચૂ સામેલ હતા. જોકે પેનલ મામલાની પતાવટ સુધી પહોંચી શકી ન હતી. બાદમાં 6 ઓગસ્ટથી તેની નિયમિત સુનાવણી શરૂ થઈ હતી.

હાઈકોર્ટે વિવાદિત જમીનને 3 હિસ્સામાં વહેંચવા માટે કહ્યું હતું

2010માં અલ્હાબાદ હાઈકોર્ટેના ચૂકદાની સામે સુપ્રીમ કોર્ટમાં 14 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે તેના ચૂકાદામાં કહ્યું હતું કે અયોધ્યાના 2.77 એકરના ક્ષેત્રને સરખી રીતે વહોંચવામાં આવે.1-સુન્ની વક્ફ બોર્ડ,2- નિર્મોહી અખાડા અને 3- રામલલા વિરાજમાન.

X
Ramlala's lawyer said - An idol is not required for the temple, citing SC decision

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી