• Home
  • Lifestyle
  • Travel
  • ramayan express tour package details 2019, irctc bharat darshan tour package, ayodhya darshan

ટૂર / રામાયણ એક્સપ્રેસ ભગવાન રામ સાથે જોડાયેલા પૌરાણિક સ્થળોનો પ્રવાસ કરાવશે, 18 નવેમ્બરથી ટૂર ઉપડશે

ramayan express tour package details 2019, irctc bharat darshan tour package, ayodhya darshan

Divyabhaskar.com

Nov 13, 2019, 04:22 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ જો તમે આ મહિને ધાર્મિક યાત્રા કરવાનું વિચારી રહ્યા હો તો ભારતીય રેલવે ફરી એકવાર તમારા માટે શ્રી રામાયણ એક્સપ્રેસ સેવા લઇને આવ્યું છે. આ ટ્રેન મુસાફરોને ભગવાન રામના જીવન સાથે સંકળાયેલ પૌરાણિક સ્થળોના દર્શન કરાવશે. આ ટૂર 18 નવેમ્બરથી ઇંદોરથી શરૂ થશે. અગાઉની જેમ આ આખી ટૂરનું સંચાલન ભારતીય રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ IRCTCના ભારત દર્શન પેકેજનો એક ભાગ હશે.

14 રાત 15 દિવસનું ટૂર પેકેજ
14 રાત 15 દિવસનાં આ ટૂર પેકેજ દરમિયાન મુસાફરો સાથે IRCTC તરફથી એક ટૂપ મેનેજર રહેશે. આ ટ્રેનમાં કુલ 800 મુસાફરો સફર કરી શકશે.

આ સ્થળો જોવાશે
રામ જન્મભૂમિ (અયોધ્યા), ભારત મંદિર (નંદીગ્રામ), સીતા માતા મંદિર (સીતામઢી), જનકપુર (નેપાળ), તુલસી માનસ મંદિર અને સંકટ મોચન મંદિર (વારાણસી), સંગમ, હનુમાન મંદિર અને ભારદ્વાજ આશ્રમ (પ્રયાગરાજ), શ્રૃંગી ઋષિ મંદિર (શ્રૃંગવેરપુર), રામઘાટ અને સતી અનસુઇયા મંદિર (ચિત્રકૂટ), પંચવટી (નાસિક), અંજનાદ્રી ટેકરી અને હનુમાન જન્મ સ્થળ (હમ્પી) અને રામેશ્વરમ.

આ સુવિધાઓ મળશે
પ્રવાસ દરમિયાન તમામ મુસાફરોને શાકાહારી ભોજન, રહેવા માટે ધર્મશાળા, મંદિરોના દર્શન માટે નોન એસી બસોની વ્યવસ્થા અને સુર્કષાની વ્યવસ્થા રેલવે તરફથી કરવામાં આવશે.

ભાડું કેટલું?
ટ્રેનનું ભાડું 17,325 (3 AC) અને 14,175 (સ્લીપર) નક્કી કરવામાં આવ્યું છે.

2018માં રામાયણ એક્સપ્રેસ ચલાવવામાં આવી
વર્ષ 2018માં ચલાવવામાં આવેલી રામાયણ એક્સપ્રેસની સફળતા જોતા રેલવેએ આ ટ્રેન ફરી એકવાર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે મુસાફરોને બે ટૂર પેકેજ આપવામાં આવી રહ્યા છે.
તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.

X
ramayan express tour package details 2019, irctc bharat darshan tour package, ayodhya darshan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી