• Home
 • National
 • Ramallah's Darshan is still tough, but roadmap ready to make Ayodhya a modern city

અયોધ્યા / રામલલ્લાના દર્શન હજુ પણ કઠિન, પરંતુ અયોધ્યાને ધર્મની આધુનિક નગરી બનાવવાનો રોડમેપ તૈયાર

રામ મંદિર કાર્યશાળાની ફાઇલ તસવીર
રામ મંદિર કાર્યશાળાની ફાઇલ તસવીર

 • વિવાદ મુદ્દે સુપ્રીમકોર્ટના ચુકાદાને આજે એક મહિનો પૂરો, થોડા ફેરફાર-થોડી તૈયારી 
 • ટ્રસ્ટના ગઠન પછી કામમાં ઝડપ આવવાની આશા, અયોધ્યા નગર નિગમમાં 41 ગામને સામેલ કરાશે 
 • 67 એકરમાં મંદિર, સરયૂ કિનારે 2000 એકરમાં ઈશ્વાકુપુરી શહેર બનશે

Divyabhaskar.com

Dec 09, 2019, 01:12 AM IST

વિજય ઉપાધ્યાય, લખનઉ: અયોધ્યા મામલે સુપ્રીમકોર્ટના ચુકાદાને સોમવારે એક મહિનો પૂરો થઈ જશે. પરંતુ માળખાગત વિકાસમાં ખાસ કોઈ ફેરફાર નથી થયો. હા, પાયાના ફેરફારો કરવાની તૈયારી જરૂર ચાલી રહી છે. સુપ્રીમકોર્ટે ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવાનો આદેશ કર્યો હતો. ટ્રસ્ટ નહીં બનવાથી વિવાદિત રહેલી 2.77 એકર અને બાકીની 67.2 એકર જમીનની સ્થિતિ પહેલા જેવી છે. રામલલ્લાના દર્શન-પૂજન માટે સુપ્રીમકોર્ટના પૂર્વ નિર્દેશ લાગુ છે. વ્યવસ્થા પણ યથાવત્ છે. શ્રદ્ધાળુઓ સામે દર્શન માટે પહેલા જેવી જ મુશ્કેલીઓ છે. અયોધ્યાના રિસિવર 67.2 એકર જમીન અને રામલલ્લાની પૂજા વ્યવસ્થાનું સંચાલન ટ્રસ્ટને સોંપશે. સંતો અને મહંતોમાં ટ્રસ્ટના સભ્ય બનવા વિવાદ ચાલી રહ્યો છે. અયોધ્યાના રસ્તા હજુયે સાંકડા છે.
બીજી તરફ, સ્થાનિક તંત્રે અયોધ્યા નગર નિગમમાં 41 નવા ગામ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. તેને 30 ડિસેમ્બર સુધી મંજૂરી મળી શકે છે. અયોધ્યામાં જમીનનો ભાવ વધ્યા છે. મોટા ધાર્મિક-સામાજિક ટ્રસ્ટ અહીં ધર્મશાળા, રેનબસેરા, હોટલ બનાવવા જગ્યા શોધી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ પરિસર પાસે અમાંવા મંદિરમાં રામ રસોઈ લંગર શરૂ થઈ ચૂક્યું છે. પ્રવાસન મંત્રી નીલકંઠ તિવારીએ પણ અયોધ્યામાં 200 રૂમની હોટલ બનાવવા જમીન શોધવાના નિર્દેશ કર્યા છે.
ધાર્મિક નગરી: ભગવાન રામની 251 મીટર ઊંચી પ્રતિમા, રામાયણના પ્રસંગોના ચિત્રો

 • 67 એકરમાં રામમંદિરનું નિર્માણય અહીં રામ દરબાર અને પ્રસાદાયલ હશે.
 • સરયૂ નદી કિનારે 2000 એકરમાં ગ્રીન સિટી ઈશ્વાકુપુરીનું નિર્માણ. તેનું માળખું રાજ્ય સરકાર તૈયરા કરશે. બાકીનું કામ લોકભાગીદારીથી થશે.
 • અયોધ્યામાં 251 મીટર ઊંચી ભગવા શ્રી રામની પ્રતિમાની સ્થાપના.
 • ભારતનો સાંસ્કૃતિક વારસો, ખાસ કરીને રામાયણના પ્રસંગો આધારિત ચિત્રો.
 • મહત્ત્વના સ્થળોએ અર્બન હાટનું નિર્માણ.

માર્ગ: એક હાઈવેને 6 લેન અને બેને 4 લેન બનાવાશે, પાંચ રસ્તેથી અયોધ્યા પહોંચી શકાશે

 • ગુપ્તાર ઘાટ-સરયૂ પુલ તેમજ નવો સરયુ પુલ
 • પૂરાકલંદર માર્ગ અયોધ્યાના વિકાસની નસ હશે.
 • અયોધ્યા પહોંચવાના મુખ્ય માર્ગ લખનઉ-અયોધ્યા, બસ્તી-ગોરખપુર-અયોધ્યા, પ્રયાગરાજ-સુલ્તાનપુર-અયોધ્યા, વારાણસી-જૌનપુર-આંબેડકરનગર-અયોધ્યા અને રાયબરેલી-અયોધ્યા હશે.
 • સહાદતગંજ-અયોધ્યા એનએચને 6 લેન, અયોધ્યા સુલતાનપુર-પ્રયાગરાજ, અયોધ્યા-રાયબરેલી હાઈવેને 4 લેન બનાવાશે.

પરિવહન: 6 રેલવે પૂલ અને એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

 • અયોધ્યામાં 6 રેલવે ઓવરબ્રિજનું નિર્માણ
 • અયોધ્યા, ફૈઝાબાદ રેલવે સ્ટેશનોનું સૌંદર્યકરણ અને વિવિધ સુધારા કરાશે. રેલવે સ્ટેશન નજીકના વિસ્તારોમાં જનસુવિધાઓ વિકસાવાશે.
 • અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરાશે. ત્યાંથી કોમર્શિયલ ઉડાનનું પણ સંચાલન કરાશે.

પાણી: ડેમ બનાવાશે, કાચા બંધ પાકા બનાવાશે

 • સિંચાઈ વિભાગ અયોધ્યા-ગોંડા ક્ષેત્રમાં ડેમ બનાવાસે.
 • ગુપ્તાર ઘાટથી જમ્થરા સુધી કાચા બંધને પાકા બનાવાશે.
 • વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રિવર ફ્રન્ટ.
 • ફૈઝાબાદ ક્ષેત્રમાં સિવેજ પ્લાન્ટ અને સિવેજ લાઈનનું નિર્માણ કરાશે. અયોધ્યાના કોર ક્ષેત્રમાં ડબલ શિફ્ટમાં સફાઈનું કામ ચાલશે.

સુરક્ષા: જવાનો માટે પણ ઘર, રામ જન્મભૂમિ પોલીસ મથક હશે

 • શ્રી રામજન્મ ભૂમિની સુરક્ષામાં તૈનાત પોલીસ, પીએસી જવાનો, અધિકારીઓના ઘર બનશે.
 • 12,45,892 વર્ગ મીટરમાં અયોધ્યા પોલીસ મથક બનશે.
 • અહીં મહિલા પોલીસ મથકનું મકાન પણ હશે.
 • 3,288.66 વર્ગ મીટરમાં શ્રી રામજન્મ ભૂમિ પોલીસ મથક બનશે.

મંદિર નિર્માણ રામ નવમીથી કરવાની માંગ, વિરોધના સૂર
રામમંદિર નિર્માણ માટે વાસ્તુ-નક્ષત્રશાસ્ત્રીઓની ટીમ કામ કરી રહી છે. તેમાં વિહિપના લોકો પણ છે. કેટલાક સંત ચૈત્ર રામનવમીથી નિર્માણ શરૂ કરવાની માગ કરી રહ્યાં છે. કેટલાક કહે છે કે ખરમાસને લીધે રામનવમીથી નિર્માણ નહીં થાય.

સંસદના આ સત્રમાં ટ્રસ્ટ માટે બિલ આવવાની આશા ઓછી
રામ મંદિર માટે ટ્રસ્ટની રૂપરેખા, આકાર-પ્રકાર પર વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. ટ્રસ્ટની રચનામાં સમય લાગે તેવી શક્યતા છે. સંસદના હાલના સત્રમાં ટ્રસ્ટ સંબંધિત બિલ પાસ થવાની શક્યતા ઓછી છે. આ બિલ માટે મકર સંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરી પછી વિશેષ સત્ર બોલાવાઈ શકે છે. વિહિપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટ્રસ્ટની રચના માટે કેન્દ્ર સરકારની બેઠકો થઈ ચૂકી છે. આ બેઠકોમાં ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર હતા, પરંતુ ટ્રસ્ટમાં કોણ રહેશે તે નિર્ણયો અંતિમ રૂપ નથી લઈ શક્યા. તેનું કારણ એ છે કે, ટ્રસ્ટમાં સામેલ થવા માટે દાવેદારોની સંખ્યા વધુ છે. ટ્રસ્ટના સલાહકાર મંડળના નામ લગભગ નક્કી છે. તેમાં વડાપ્રધાન, ગૃહ મંત્રી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહેશે. હવે વિવાદ કાર્યકારિણી સભ્યોને લઈને છે. રામલલ્લા વિરાજમાનના વકીલ મદનમોહન પાંડે કહે છે કે, ટ્રસ્ટની રચના પછી સ્થિતિ ઝડપથી બદલાશે.

X
રામ મંદિર કાર્યશાળાની ફાઇલ તસવીરરામ મંદિર કાર્યશાળાની ફાઇલ તસવીર

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી