રામ જન્મભૂમિ / અયોધ્યામાં 67 એકર જમીન પર હાઈટેક સિટી, ગ્રીન બેલ્ટની વચ્ચે રામલલ્લા  

રામ મંદિર કાર્યાશાળા-ફાઇલ તસવીર
રામ મંદિર કાર્યાશાળા-ફાઇલ તસવીર

  • વડાપ્રધાન અને ગૃહમંત્રી સમક્ષ ટૂંક સમયમાં લેન્ડસ્કેપ રજૂ કરાશે
  • ટ્રસ્ટની જાહેરાતની સાથે ટ્રસ્ટને જમીન સોંપવાણી પ્રક્રિયા, 67 એકર જમીન વિકસાવવાની બ્લુ પ્રિન્ટ પણ જાહેર કરાશે

Divyabhaskar.com

Nov 20, 2019, 04:00 AM IST
વિજય ઉપાધ્યાય: અયોધ્યા/લખનઉ: અયોધ્યામાં રામ જન્મભૂમિ અને તેની આસપાસની 67 એકર જમીનને વિકસાવવાનો લેન્ડ સ્કેપ તૈયાર છે. સમગ્ર ક્ષેત્રને હાઈટેક સિટી તરીકે વિકસાવાશે. કડક સુરક્ષા વચ્ચે ગ્રીન બેલ્ટની વચ્ચે જન્મભૂમિ પર રામલલ્લા બિરાજશે.
અધિકારીઓની વિશેષ ટીમે અત્યંત ગુપ્તતાથી આ લેન્ડસ્કેપ તૈયાર કર્યો
વીએચપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે તેમના સંગઠનના મોડલ પર બનનારા મંદિરના ગર્ભગૃહ અને રામદરબારનું મુખ પૂર્વ તરફ હશે. મંદિરમાંથી સીધા હનુમાનગઢીના દર્શન થશે. પ્રસ્તાવિત મંદિરની ઊંચાઈ 145 ફૂટ છે. સમગ્ર વિસ્તારને રામકોટ નામ અપાયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓની વિશેષ ટીમે અત્યંત ગુપ્તતાથી આ લેન્ડસ્કેપ તૈયાર કર્યો છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી સમક્ષ ટૂંક સમયમાં તેને રજૂ કરાશે. ત્યારબાદ તેને અંતિમ સ્વરૂપ અપાશે. મંદિર નિર્માણ માટે બનનારા ટ્રસ્ટની જાહેરાતની સાથે ટ્રસ્ટને જમીન સોંપવાણી પ્રક્રિયા તથા 67 એકર જમીન વિકસાવવાની બ્લુ પ્રિન્ટ પણ જાહેર કરાશે. 67 એકરમાં 3 ગામની જમીન છે. ગર્ભગૃહનો હિસ્સો રામકોટમાં છે. અન્ય બે ગામ જ્વાલાપૂર અને અવધખાસ છે.
X
રામ મંદિર કાર્યાશાળા-ફાઇલ તસવીરરામ મંદિર કાર્યાશાળા-ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી