• Home
  • Utility
  • Raksha Bandhan 2020 Best Rakhi Gift During Covid 19: Find out the list of these 5 budget gifts including stylish masks and fitness bands to protect your sister in the epidemic

સેલિબ્રેશન વિથ અવેરનેસ / મહામારીમાં બહેનને સુરક્ષિત રાખવા માટે સ્ટાઈલિશ માસ્ક અને ફિટનેસ બેન્ડ સહિત આ 5 બજેટ ગિફ્ટનું લિસ્ટ જાણી લો

X

  • બહેનને લક્ઝરી અને ડિઝાઈનર માસ્કની ગિફ્ટ આપી શકાય છે
  • ફિટનેસ ટ્રેકિંગ માટે સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડ પણ ગિફ્ટ માટે સારો ઓપ્શન રહેશે

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 08:24 PM IST

આવતીકાલે અર્થાત સોમવારે રક્ષાબંધન છે. રક્ષાબંધને બહેન ભાઈના હાશે રાખડી બાંધે છે. પરંપરા અનુસાર બહેન રાખડી બાંધે ત્યારબાદ ભાઈ બહેનને ગિફ્ટ આપે છે. આ વખતે કોરોના મહામારીને લીધે દર વર્ષની જેમ ધામધૂમથી આ તહેવારની ઉજવણી નહીં કરી શકાય. સાથે જ કોરોનાવાઈરસને ધ્યાનમાં રાખી બહેનને કોરોના સામે રક્ષણ મળી રહે તેવી ગિફ્ટ ભાઈ આપી શકે છે. ફિટનેસ બેન્ડ, સ્ટાઈલિશ માસ્ક સહિતની 5 ગિફ્ટ કઈ છે જે બહેનનાં સ્વાસ્થ્યું ધ્યાન પણ રાખશે અને તમારું બજેટ પણ જળવાઈ રહેશે આવો તેના પર એક નજર કરીએ....

1.માસ્ક
કોરોનાવાઈરસનો કહેર હજુ પણ યથાવત જ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક પહેરવો પણ આવશ્ક છે. બહેનને ગિફ્ટ આપવા માટે લક્ઝરી અને ડિઝાઈનર માસ્કની પસંદગી કરી શકાય છે. આ સમયે માર્કેટમાં સ્ટાઈલિશ અને બ્રાન્ડેડ માસ્ક અવેલેબલ છે. સાથે જ ખાદી માસ્ક પણ ગિફ્ટમાં આપી શકાય છે.

MSME મંત્રી નિતિન ગડકરીએ શનિવારે ખાદી ગ્રામોદ્યોગ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલો એક ગિફ્ટ બોક્સ રજૂ કર્યો છે. તેમાં હાથથી બનાવેલા 4 રેશ્મી માસ્ક છે. તેને હાથથી જ બનાવેલા કાળા રંગના બોક્સમાં રાખવામાં આવ્યા છે. આ બોક્સની કિંમત 500 રૂપિયા છે.

ખાદીના ડબલ લેયર માસ્ક પણ માર્કેટમાં અવેલેબલ છે. તેના 3 વેરિઅન્ટ પણ છે. સુતરાઉ માસ્કની કિંમત 30 રૂપિયા અને સિલ્ક માસ્કની કિંમત 100 રૂપિયા છે. સામાન્ય માસ્કને બદલે તમે બહેનને ફૂલ લેયર માસ્ક પણ ગિફ્ટ કરી શકો છો. તે ફિલ્ટર ટેક્નોલોજીથી બનેલા હોય છે, જે 99.9% બેક્ટેરિયા અને વાઈરસ સામે રક્ષણ આપે છે. આ માસ્ક પહેરવામાં એકદમ ક્મ્ફર્ટેબલ હોય છે.

બ્રાન્ડેડ peter englandથી લઈને Adidas સુધીના માસ્ક પણ અવેલેબલ છે. તેમાં મલ્ટિ કલર અને કોટન ફેબ્રિકના માસ્ક સામેલ છે. તેમાં ઈલાસ્ટિક બેન્ડ અને નોઝ ક્લિપ હોય છે. તેમાં 3 પીસ માસ્કનો કોમ્બો સેટ મળે છે. તે વાઈરસ સાથે પ્રદૂષણથી પણ રક્ષણ આપે છે. તે વોશેબલ પણ હોય છે. તેની શરૂઆતની કિંમત 349 રૂપિયા છે.

2. ફિટનેસ બેન્ડ
કોરોનાકાળમાં ફિટ રહેવું આવશ્યક છે. તેવામાં મોર્નિંગ વોકથી લઈને ઈવનિંગ વોક માટે સ્ટેપ્સ કાઉન્ટ અને કેલરી બર્નની માહિતી જાણવા માટે તમે બહેનને તમારી બજેટનો ફિટનેસ બેન્ડ પણ ગિફ્ટ આપી શકો છો. સાથે જ વધારે સારા એક્સપિરિઅન્સ માટે તમે બહેનને સ્માર્ટ વોચ પણ ગિફ્ટ કરી શકો છો.

સૌથી સ્ટાઈલિસ્ટ ફિટનેસબેન્ડમાંથી એક ગાર્મિન વિવોફિટ બેન્ડ છે. કંપનીનો દાવો છે કે તે 1 વર્ષની બેટરી લાઈફ આપે છે. તે વોટર રેઝિસ્ટન્ટ પણ છે. અમેઝોન પર તેની કિંમત 2000 રૂપિયા છે. જો તમે બહેનને ચાઈનીઝ બ્રાન્ડની સ્માર્ટવોચ નથી આપવા માગતા તો રક્ષાબંધન પછી ‘કલરફિટ Nav’ સ્માર્ટવોચ આપી શકો છો. એમેઝોન પર 6 ઓગસ્ટથી તેની ખરીદી કરી શકાશે. તેની કિંમત 3,999 રૂપિયા છે. તેમાં કોરોનાને ધ્યાનમાં રાખી ખાસ હેન્ડવોશ ફીચર આપવામાં આવ્યું છે. આ સિવાય તેમાં સ્લીપ અને હાર્ટ રેટ મોનિટરિંગ પણ મળશે. આ સ્માર્ટવોચ કેલરી બર્ન સ્ટેપ્સ કાઉન્ટની પણ માહિતી આપે છે.

બોટ કંપનીનો પ્રોગિયર B20 ફિટનેસ બેન્ડ પણ તમે બહેનને ગિફ્ટ કરી શકો છો. તેની કિંમત માત્ર 1799 રૂપિયા છે. તે કેલરી બર્ન, સ્ટેપ્સ કાઉન્ટ, નોટિફિકેશન સહિતનાં ફીચર સપોર્ટ કરે છે. એમેઝોન પરથી તેની ખરીદી કરી શકાય છે.

આ સિવાય તમે GOQQI વાઈટલ 3, નોઈઝ કલરફિટ પ્રો 2, ફોસિલ સ્પોર્ટ યુનિસેક્સ, સેમસંગ ગેલેક્સી ફિટ લાઈટ SM R375, ફિટબિટ ઈન્સ્પાયર્ડ સહિતનાં હેલ્થ ગેજેટ્સ બહેનને ગિફટ કરી શકો છો.

3. ટ્રેડમિલ
જિમમાં ટ્રેડમિલનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. ટ્રેડમિલ વગર વર્કઆઉટ અધુરું છે. અનલોક 3.0માં સરકારે જિમ ઓપન કરવાની મંજૂરી તો આપી જ છે, પરંતુ બહેનની સેફ્ટી માટે તમે જિમ ઈક્વિપમેન્ટ ઘરે જ લઈ આવો તો સારું રહેશે.

બજારમાં 2 પ્રકારના ટ્રેડમિલ ઉપલબ્ધ છે. ઈલેક્ટ્રિસિટીથી ચાલનારા અને ઈલેક્ટ્રિસિટી વગર. બેઝિક ફીચર સાથેનાં ટ્રેડમિલની કિંમત 10,000 રૂપિયાથી શરૂ થાય છે. બહેનને ગિફ્ટ આપવા પર તમે આખા પરિવારની ફિટનેસનું ધ્યાન રાખી શકો છો.

4. સાઈકલ
જો તમારી બહેન ટીનેજર છે, તો આ સમયે ગિફ્ટ માટે સાઈકલ સારો ઓપ્શન રહેશે. સાઈકલ ચલાવવાથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે અને વર્કઆઉટ થઈ જાય છે. તેનાથી ફેફસાંનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ મળે છે. સાઈકલ ચલાવવાથી હેપ્પીનેસ હોર્મોન્સ રિલીઝ થાય છે તેથી તમારી બહેનનાં શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે.

5. ડ્રાય ફ્રુટ્સ
કોરોનાકાળમાં ઈમ્યુનિટી બુસ્ટ અર્થાત રોગ પ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જરૂરી છે. તમે બહેનને ડ્રાય ફ્રુટ્સનું હેમ્પર ગિફ્ટ આપી શકો છો. એક્સપર્ટ્સના મત અનુસાર, બદામ, કિસમિસ અને અખરોટ સહિતનાં ડ્રાય ફ્રુટ્સનું નિયમિત સેવન કરવું જોઈએ. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બજારમાં 500થી 1000 રૂપિયા સુધીમાં વિવિધ પ્રકારના ગિફ્ટ હેમ્પર મળે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી