નિવેદન / ‘કોરોના પ્યાર હૈં’ ટાઈટલ પર રાકેશ રોશને કહ્યું, આ બધું બાલિશ તથા અપરિપક્વ છે

Rakesh Roshan on the title of

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 02:07 PM IST

મુંબઈઃ વિશ્વ આખું કોરોનાવાઈરસ સામે લડી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાવાઈરસને કારણે ત્રણના મોત થઈ ચૂક્યા છે. જોકે, બોલિવૂડના કેટલાંક પ્રોડ્યૂસર્સ કોરોનાવાઈરસને લઈ ફિલ્મ ટાઈટલ રજિસ્ટર્ડ કરાવ્યા છે. આમાંથી જ એક ટાઈટલ ‘કોરોના પ્યાર હૈં’ છે. આ ટાઈટલ વર્ષ 2000માં આવેલી રીતિક રોશનની ફિલ્મ ‘કહોના પ્યાર હૈં’ સાથે મળતું હોય છે. આ ફિલ્મને રીતિક રોશનના પિતા રાકેશ રોશને ડિરેક્ટ તથા પ્રોડ્યૂસ કરી હતી. હાલમાં જ રાકેશ રોશને ‘કોરોના પ્યાર હૈં’ ટાઈટલ પર વાત કરી હતી.

રાકેશ રોશને અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આજે વિશ્વ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે અને આવા લોકો આની મજાક ઉડાવે છે. આ બાબત ઘણી જ બાલિશ તથા અપરિપક્વ છે. આવા લોકોની અવગણના કરવી જોઈએ, કારણ કે આ લોકો સીધી રીતે વિચારી શકતા નથી.

વધુમાં રાકેશ રોશને કહ્યું હતું કે આ બે ફિલ્મ વચ્ચે સરખામણી શક્ય જ નથી. ફિલ્મનું નામ થોડું મળતું આવે છે પરંતુ ‘કોરોના પ્યાર હૈં’નો અર્થ જ અલગ છે. તેથી તે આ અંગે વધુ ટિપ્પણી કરી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે દાવો કરવામાં આવ્યો છે કે ઈરોઝ ઈન્ટરનેશનલે ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યૂસર્સ કાઉન્સિલ પાસે ગયા અઠવાડિયે ‘કોરોના પ્યાર હૈં’ ટાઈટલ રજિસ્ટર કરાવ્યું છે.

નોંધનીય છે કે ‘કહોના પ્યાર હૈં’થી રીતિક રોશને વર્ષ 2000માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મથી અમિષા પટેલે પણ બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી. રીતિકને આજે તો બોલિવૂડમાં 20 વર્ષ થઈ ગયા છે. તેણે આ 20 વર્ષના સમયમાં અલગ-અલગ પ્રકારની ભૂમિકા ભજવી છે. ગયા વર્ષે રીતિકની ફિલ્મ ‘સુપર 30’ તથા ‘વોર’ રિલીઝ થઈ હતી. આ બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

X
Rakesh Roshan on the title of

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી