રાજ્યસભા ચૂંટણી / કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યો પર વોચ, કૉંગ્રેસના નેતાઓના નિવેદન બાદ ક્રોસ વોટિંગનો ભય

વિધાનસભા ગૃહની ફાઈલ તસવીર
વિધાનસભા ગૃહની ફાઈલ તસવીર

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 03:07 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 26 માર્ચે યોજાનારી ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની હિલચાલ શરૂ કરી છે, તો સાથે સાથે ભાજપના ધારાસભ્યો પર પણ વોચ રાખવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે ખાનગી રાહે ભાજપના કેટલાક ટેકેદારોને વોચ રાખવાની કામગીરી સોંપી હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં એક બેઠક માટે ભારે કશ્મકશ જામે તેમ છે અને ભાજપના હાથમાંથી એક બેઠક કૉંગ્રેસ ઝુંટવી ના જાય તે માટે ભાજપે પ્રયાસો શરૂ કર્યાં છે. બીજી બાજુ ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, ખાસ કરી કૉંગ્રેસમાંથી આવેલા પાછા જતા ના રહે તે માટે આવા કેટલાક ચોક્કસ ધારાસભ્યો પર વોચ ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે.

કોંગ્રેસના નિવેદનોથી ભાજપ એલર્ટ
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની 26 માર્ચના રોજ યોજાનારી ચૂંટણી માટે ભાજપે ત્રણ અને કૉંગ્રેસે બે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યાં છે,તેમાં પણ કૉંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. જેને કારણે કૉંગ્રેસ પોતાના ધારાસભ્યો જયપુર રિસોર્ટમાં લઇ ગઈ છે. કૉંગ્રેસના 5 ધારાસભ્યોના રાજીનામાં બાદ કૉંગ્રેસના નેતાઓ પણ એવા નિવેદનો આપી રહ્યા છે કે ભાજપના ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે, જેથી ભાજપ પણ એલર્ટ થઈ ગયો છે.

X
વિધાનસભા ગૃહની ફાઈલ તસવીરવિધાનસભા ગૃહની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી