તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Rajyasabha Poll: All Congress MLAs Are Going To Jaipur To Bath In Resort: Cm Rupani

કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં ધુબાકા મારવા જઈ રહ્યાં છેઃ CM રૂપાણી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર
  • વિધાનસભાનું સત્ર મોકૂફ રાખવાના વિપક્ષના પ્રસ્તાવ પર મુખ્યમંત્રીનું નિવેદન
  • ગુજરાતની જનતાને કોરોના વાઈરસ વચ્ચે ભગવાન ભરોસે છોડીને કોંગ્રેસ પ્રજાદ્રોહ કરી રહી છે
  • બનાસકાંઠાના પૂર વખતે જનતા દુઃખી હતી ત્યારે બેંગ્લોરના સ્વિમિંગ પૂલમાં કોંગ્રેસીઓ ધુબાકા મારતા હતા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહનું વર્તમાન સત્ર મોકૂફ રાખવાના વિપક્ષી નેતાના પ્રસ્તાવનો જવાબ આપ્યો છે. મુખ્યમંત્રીએ વિપક્ષની ટીકા કરતા કહ્યું કે, કોરોનાના નામે કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં જલસા કરવા, ધુબાકા મારવા અને રાજકારણ રમવા જઇ રહ્યા છે. ભાજપના સૌ જનપ્રતિનિધિઓ અને રાજ્ય સરકાર કોરોના વાઈરસના ભયમાં રહેલી ગુજરાતની જનતાની ચિંતા કરી, કોરોનાથી પ્રજાવર્ગોને બચાવવાના ભાવ સાથે જાનના જોખમે પણ ડર્યા વિના વિધાનસભામાં પ્રજાહિતના કામો કરે છે. 

બાળકોની ચિંતા કરી શાળા-કોલેજો બે સપ્તાહ બંધ રાખવાનો નિર્ણય કર્યો છેઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, સરકારની સતર્કતા અને આગોતરા પગલાને પરિણામે સદનસીબે ગુજરાતમાં કોરોના વાઈરસના ઝિરો પોઝિટીવ કેસ છે. આમ છતાં આ વાઈરસની સામે તકેદારી રાખીને સરકારે રાજ્યના બાળકોની ચિંતા કરીને શાળા-કોલેજો બે સપ્તાહ બંધ રાખવાનો નિર્ણય કરેલો છે. આ વાઈરસ 30-35 ડિગ્રી ગરમીમાં ટકી શકતો નથી, એટલે ગુજરાતમાં આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધતા તેનો ફેલાવો થવાની શક્યતા નહિંવત જ છે. 

‘કોરોનાના ભય વચ્ચે જનતાને ભગવાન ભરોસે છોડી કોંગ્રેસ પ્રજા દ્રોહ કરે છે’
મુખ્યમંત્રીએ આ વાઈરસને કારણે વિધાનસભા ગૃહ મોકૂફ રાખવાની વિપક્ષા નેતાની વાતનો પ્રત્યુત્તર આપતા કહ્યું કે, રાજ્યનું બજેટ સત્ર ચાલે છે. બજેટ મૂવ થયું છે અને વિવિધ વિભાગની માગણીઓ અને ચર્ચાઓ પણ ચાલી રહી છે. આ સંજોગોમાં પ્રજા પ્રતિનિધિ તરીકે વિધાનસભાના સભ્યોએ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઇ પ્રજાકલ્યાણની ચર્ચાઓ અને પ્રજાહિતની રક્ષા કરવાની છે. કોરોનાના નામે કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં જલસા કરવા જઇ રહ્યા છે. ગુજરાતની જનતાને કોરોના જેવા વાઈરસના ભય વચ્ચે ભગવાન ભરોસે છોડીને કોંગ્રેસ પ્રજાદ્રોહ કરી રહી છે.

‘સૌ સભ્યોને પ્રજાના પ્રતિનિધિ તરીકેની જવાબદારી નિભાવવા ગૃહમાં બેસવું જ પડે’
રૂપાણીએ ઉમેર્યુ કે, ભૂતકાળમાં બનાસકાંઠાના પૂર વખતે જ્યારે જનતા પીડિત હતી, દુઃખી હતી ત્યારે પણ કોંગ્રેસીઓ બેંગ્લોરના રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં ધુબાકા મારતા હતા તે પ્રજા ભૂલી નથી. હવે જ્યારે ગુજરાતની પ્રજા કોરોના વાઈરસના ભયમાં હોય ત્યારે આ જ કોંગ્રેસીઓ જયપુરના રિસોર્ટમાં ધુબાકા મારવા પહોંચ્યા છે. ગૃહના સૌ સભ્યોને પ્રજાના પ્રતિનિધિ તરીકેની જવાબદારી નિભાવવા ગૃહમાં બેસવું જ પડે અને જનહિતની ચર્ચા-નિર્ણયો લેવાનું પ્રજાએ સોંપેલું દાયિત્વ અદા કરવું જ પડે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો