ફની / રાજકુમાર રાવે હોલિવૂડ સ્ટાર્સ લિયોનાર્દોને પેન વેચીને બિઝનેસ ટિપ્સ આપી

Rajkummar Rao Sells a Pen to Leonardo DiCaprio

Divyabhaskar.com

Oct 13, 2019, 07:11 PM IST

મુંબઈઃ રાજકુમાર રાવ પોતાની ફિલ્મ ‘મેઈડ ઈન ચાઈના’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવે ગુજરાતી બિઝનેસમેનની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં મૌની રોય લીડ રોલમાં છે. રાજકુમારે સોશિયલ મીડિયામાં એક રસપ્રદ વીડિયો શૅર કર્યો છે, જેમાં તે ‘મેઈડ ઈન ચાઈના’નો રઘુ બન્યો છે અને તે હોલિવૂડ સ્ટાર લિયોનાર્દોને પેન વેચતો જોવા મળે છે.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં ફિલ્મ ‘ધ વોલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ’માંથી લિયોનાર્દોનો ફાઈનલ સીન લેવામાં આવ્યો છે. વીડિયોની શરૂઆતમાં લિયોનાર્દો પોતાની સામે બેઠેલી એક વ્યક્તિને પેન વેચવાનું કહે છે. ત્યારબાદ સીનમાં રાજકુમાર રાવ જોવા મળે છે, જે કહે છે, ‘લિયોભાઈ કેમ છો, અરે લિયોભાઈ આ પેન તમારી વાર્તા છે પરંતુ રિફિલ હિરો છે એટલે હિરોને વેચો...’

When Raghu bhai met Leo bhai.

A post shared by Raj Kummar Rao (@rajkummar_rao) on

રાજકુમાર રાવની આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં બોમન ઈરાની પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મને મિખિલ મૂસળેએ ડિરેક્ટ કરી છે. દિવાળી પર અક્ષય કુમારની ‘હાઉસફુલ 4’ તથા તાપસી-ભૂમિની ‘સાંડ કી આંખ’ પણ રિલીઝ થવાની છે.

X
Rajkummar Rao Sells a Pen to Leonardo DiCaprio

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી