અપકમિંગ / ‘ડ્રીમ ગર્લ’ ફૅમ રાજ શાંડિલ્યની કોમેડી ફિલ્મમાં રાજકુમાર રાવ જોવા મળશે

Rajkumar Rao will be seen in the comedy film 'Dream Girl' fame Raj Shandilya

Divyabhaskar.com

Dec 15, 2019, 07:09 PM IST

મુંબઈઃ આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’થી ડિરેક્શનની શરૂઆત કરનાર રાજ શાંડિલ્યના આગામી પ્રોજેક્ટની માહિતી સામે આવી છે. રાજ શાંડિલ્યની આગામી ફિલ્મ કોમેડી છે અને તેમાં રાજકુમાર રાવ લીડ રોલ પ્લે કરશે.

રાજ શાંડિલ્ય પ્રોડ્યૂસર તરીકે
સૂત્રોના મતે, રાજકુમાર રાવને ફિલ્મની સ્ક્રિપ્ટ ઘણી જ પસંદ આવી છે. આ ફિલ્મને રાજ શાંડિલ્ય તથા રોની સ્ક્રૂવાલા પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ ફિલ્મને ઈશરત આર ખાન ડિરેક્ટ કરશે. આ ફિલ્મથી ઈશરત ડિરેક્શનમાં ડેબ્યૂ કરી રહ્યાં છે. રાજકુમાર રાવે આ પહેલાં ‘બરેલી કી બરફી’, ‘મેડ ઈન ચાઈના’ જેવી કોમેડી ફિલ્મ્સ કરી હતી.

રાજકુમાર આ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત
રાજકુમાર રાવ ડિરેક્ટર રાજ શાંડિલ્યની અન્ય એક કોમેડી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. આ ફિલ્મમાં મેલ સેરોગસીનો મુદ્દો લેવામાં આવ્યો છે અને આ એક સોશિયલ કોમેડી ફિલ્મ છે. આ ઉપરાંત રાજકુમાર રાવ એક્ટ્રેસ જાહન્વી સાથે ‘રૂહ અફઝા’માં જોવા મળશે. આવતા વર્ષે 31 જાન્યુઆરીએ રિલીઝ થતી હંસલ મહેતાની ફિલ્મ ‘છલાંગ’માં રાજકુમાર રાવ તથા નુસરત ભરૂચા જોવા મળશે.

X
Rajkumar Rao will be seen in the comedy film 'Dream Girl' fame Raj Shandilya
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી