દિવાળી અભિયાન / પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં અભિયાનમાં સામેલ થયો રાજકુમાર રાવ, વંચિત લોકોની મદદ કરવા માટે અપીલ કરશે

Rajkumar Rao, who is involved in the campaign of Prime Minister Narendra Modi, will appeal to help the underprivileged.

  •  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાનના અંતર્ગત બે મિનિટ લાંબી એડ ફિલ્મ ‘ઈન્ડિયા વાલી દિવાલી’માં જોવા મળશે
  • આ પહેલાં અભિનેત્રી દીપિકા પાદુકોણ આ પ્રકારના સરકારી અભિયાન ‘ભારત કી લક્ષ્મી’નો હિસ્સો રહી ચૂકી છે
  • સાથે લોકપ્રિય ટેલિવિઝન એક્ટર્સ દિવાળી માટે ગિફ્ટ પેક કરતા જોવા મળશે

Divyabhaskar.com

Oct 27, 2019, 11:54 AM IST

બોલિવૂડ ડેસ્ક. બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાનના અંતર્ગત બે મિનિટ લાંબી એડ ફિલ્મ ‘ઈન્ડિયા વાલી દિવાલી’માં જોવા મળશે. આ પહેલાં અભિનેત્રી દીપિકા પાદુકોણ આ પ્રકારના સરકારી અભિયાન ‘ભારત કી લક્ષ્મી’નો હિસ્સો રહી ચૂકી છે. વીડિયોમાં રાજકુમા પહેલી વખત એક વોઈસ ઓવરમાં સાંભળવા મળશે. સાથે લોકપ્રિય ટેલિવિઝન એક્ટર્સ દિવાળી માટે ગિફ્ટ પેક કરતા જોવા મળશે.

ત્યારબાદ, તેઓ પડદા પર દર્શકોને દિવાળીના આ તહેવારને વંચિત બાળકો માટે પણ ખાસ બનાવવા માટે પ્રોત્સાહિત કરતાં જોવા મળશે. વીડિયોમાં તેમણે લોકોને વિંનતી કરી છે કે એવા લોકોને કપડા, રમકડા, અને ગિફ્ટ દાન કરવા જે લોકો ખરીદી નથી શકતા. તેમના માટે પણ આ તહેવારને ખાશ બનાવવમા માટે કહેવમાં આવશે.

ડિરેક્ટર અંકિત શર્માના જણાવ્યા મુજબ, ‘અભિયાનમાં વિચારની સાદગી અદ્દભૂત હતી અને તેને વિઝ્યુઅલમાં પણ ભાષાંતર કર્યું છે. આ વીડિયોની ટ્રીટમેન્ટ અને ગ્રામર પણ સરળ રાખવાનું હતું. રાજકુમાર રાવ આ એડ ફિલ્મ અને અભિયાનમાં જોરદાર વિશ્વસનીયતા લાવી છે. તેઓ આ કળામાં નિષ્ણાત છે છે. તે સ્પષ્ટ હતું કે તેઓ વાસ્તવમાં આ અભિયાનમાં વિશ્વાલ રાખે છે, જેનું તેઓ સમર્થમ કરી રહ્યા છે’.

X
Rajkumar Rao, who is involved in the campaign of Prime Minister Narendra Modi, will appeal to help the underprivileged.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી