સંઘર્ષ / રાજકુમાર રાવે પોતાની સ્ટોરી જણાવી, કહ્યું- ઘણીવાર ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે

Rajkumar Rao told his story, saying,

  • રાજકુમારે કહ્યું કે સ્કૂલના સમયમાં તેની પાસે ફીના પૈસા પણ ન હતા
  •  રાજકુમાર રાવની ‘મેડ ઈન ચાઈના’ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ રિલીઝ થઇ છે
  • 20 હજારની જરૂર હતી અને ખાતામાં ખાલી 18 રૂપિયા હતા

Divyabhaskar.com

Oct 27, 2019, 02:20 PM IST
બોલિવૂડ ડેસ્ક: ઇન્ડસ્ટ્રીના અદભુત કલાકારોમાંના એક રાજકુમાર રાવે એક ઇન્ટરવ્યૂ દરમ્યાન પોતાની સ્ટ્રગલ વિશે જણાવ્યું. રાજકુમારે કહ્યું કે સ્કૂલના સમયમાં તેની પાસે ફીના પૈસા પણ ન હતા, વર્ષો સુધી ટીચર્સે તેમની ફી ચૂકવી હતી. એટલું જ નહીં મુંબઈમાં રહેતો હતો ત્યારે ઘણીવાર એવું બન્યું છે કે ત્યારે તેને ખાવાનું પણ મળ્યું નથી. રાજકુમાર રાવની ‘મેડ ઈન ચાઈના’ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં મૌની રોય પણ લીડ રોલમાં છે.

20 હજારની જરૂર હતી અને ખાતામાં ખાલી 18 રૂપિયા હતા
ઇન્ડસ્ટ્રીમાં સેટ થતા પહેલાં રાજકુમાર રાવ એક નાનકડા ઘરમાં રહેતો હતો. રાજકુમારે જણાવ્યું કે, ત્યારે હું 7000 રૂપિયા ભાડું આપતો હતો જે મારા ખ્યાલ મુજબ ઘણું વધારે હતું. મને અહીંયા રહેવા માટે અંદાજે 15થી 20 હજાર રૂપિયાની જરૂર હતી પરંતુ તે જ સમયે મને મેસેજ આવ્યો કે મારાં ખાતામાં 18 રૂપિયા બચ્યા છે. તેણે જણાવ્યું કે ઘણીવાર ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. રાજકુમારે જણાવ્યું કે જ્યારે હું અને મારો ફ્રેન્ડ વિનોદ ઓડિશન આપવા માટે બાઈક પર જતા ત્યારે ચહેરો ખરાબ થઇ જતો, પરંતુ તે સમયે અમે ગુલાબજળથી ચહેરો સાફ કરીને સમજતા હતા કે બધું ઠીક છે. રાજકુમારે કહ્યું કે તે સમયે અમને કઈ જ ખબર ન હતી કે કેવું દેખાવાનું છે શું પહેરવાનું છે.

પેરેન્ટ્સનું સપનું પૂરું કર્યું

નેશનલ અવોર્ડ વિનર રાજકુમાર રાવના જણાવ્યા અનુસાર તેનાં માતાપિતાનું સપનું હતું કે તે એક્ટર બને. ગયા મહિને પિતાના મૃત્યુ પર એક જ દિવસની રજા લેનાર રાજકુમારે કહ્યું કે હું એક્ટર બન્યો એ વાતનું મારાં માતાપિતાને ઘણું ગર્વ છે, તે મારી ઉપલબ્ધીથી ઘણા ખુશ છે. 2010માં આવેલ ‘લવ સેક્સ ઔર ધોખા’ ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર રાજકુમારને અત્યાર સુધીમાં 19 અવોર્ડ મળી ચૂક્યા છે.

X
Rajkumar Rao told his story, saying,
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી