પર્દાફાશ / રાજકોટ એસઓજી પોલીસે 1.700 ગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી

Rajkot SOG police arrested one person with 1.700 grams of marijuana

Divyabhaskar.com

Feb 15, 2020, 04:27 PM IST

રાજકોટઃ રાજકોટ એસઓજી પોલીસે ગાંજાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે અને સદર બજાર નજીકથી એક શખ્સની ધરપકડ કરી છે. રાજકોટના સદર બજાર નજીક ગાંજાનો કાળો કારોબાર ચલાવી રહ્યો છે, તેવી એસઓજીને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી અને દિલાવરના પાસેથી 1 કિલો અને 700 ગ્રામ જથ્થાને પકડી પાડ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સ નાની પોટલીઓ કરીને વેચતો હોવાનું સામે આવ્યુ છે.

આ સાથે પોલીસે વર્ષ 2005માં માલવિયાનગર વિસ્તારમાંથી પકડાયેલા 9 કિલો ગાંજાના જથ્થાને નાશ કર્યો હતો. સામાન્ય રીતે નશીલા પદાર્થના કેસ પૂર્ણ થવાથી કોર્ટના આદેશથી પોલીસ આવા પદાર્થનો નાશ કરે છે, જેને સળગાવીને પોલીસે નાશ કર્યો હતો.

X
Rajkot SOG police arrested one person with 1.700 grams of marijuana
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી