અનોખું અભિયાન / 62 ગરીબ બાળકોને ભણાવે છે રાજકોટ પોલીસ, ગરીબ અને પછાત બાળકોને શિક્ષા આપવા અભિયાન

રાજકોટ પોલીસનું ગરીબ અને પછાત પરિવારના અભણ બાળકોને શિક્ષિત કરવાનું અનોખું અભિયાન શરૂ કર્યું
રાજકોટ પોલીસનું ગરીબ અને પછાત પરિવારના અભણ બાળકોને શિક્ષિત કરવાનું અનોખું અભિયાન શરૂ કર્યું

દિવ્ય ભાસ્કર

Mar 15, 2020, 10:06 PM IST

રાજકોટઃ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ‘નર્ચરિંગ સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટ’ અંતર્ગત ગરીબ અને પછાત પરિવારના અભણ બાળકોને શિક્ષિત કરવાનું અનોખું અભિયાન શરૂ કર્યું છે, હાલમાં મોટામવા પોલીસ ચોકીમાં 62 બાળકોને કાયદાના નહીં પરંતુ કક્કો-બારાક્ષરીના પાઠ ભણાવવામાં આવે છે. આ જવાબદારી 3 મહિનાથી યુનિવર્સિટીના માનવ અધિકાર ભવનમાં અભ્યાસ કરતા મીનલબા ગોહિલ નામની વિદ્યાર્થિની ઉઠાવી રહી છે.

વિવિધ પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે
આ અભિયાન વિશે મીનલબાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જે બાળકોએ પ્રાથમિક શિક્ષણ પણ ન મેળવ્યું હોય અને જિંદગીમાં કયારેય સ્કૂલે ન ગયા હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનું અભિયાન શરૂ કર્યું છે. જેના માટે મોટામવા આસપાસ નિર્માણ પામતી વિવિધ બિલ્ડિંગ સાઇટ અને ખેતરોમાં કામ કરતા શ્રમિકોના 2થી 16 વર્ષના બાળકોને શોધી કાઢી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બાળકોને કક્કો-બારાક્ષરીથી લઇને, એબીસીડી, સ્વચ્છતાના પાઠ, ગણિત, રમતગમત, પર્યાવરણ અને ક્રાફ્ટની પ્રવૃત્તિઓ શીખડાવવામાં આવે છે. આ બાળકોને ભણાવવા માટે બીટ ચોકીનું પ્લાસ્ટિકનું કન્ટેનર પોલીસ કમિશનરે ફાળવ્યું છે. જ્યાં દર શનિવાર અને રવિવારે સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી બાળકોને પાયાનું શિક્ષણ આપવામાં આવે છે. આગામી શૈક્ષણિક વર્ષથી આ બાળકોને અલગ-અલગ સ્કૂલમાં એડમિશન મળે તેવો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો ઉદ્દેશ છે.

સીએમએ કરી મીનલબાની સરાહના
62 બાળકોને ભણાવવા માટે યોગદાન આપનારી મીનલબા ગોહિલની કામગીરીની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરાહના કરી તેમને સન્માનપત્ર આપ્યું હતું.તેમજ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિનના દિવસે ગૌરવ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરી હતી.

X
રાજકોટ પોલીસનું ગરીબ અને પછાત પરિવારના અભણ બાળકોને શિક્ષિત કરવાનું અનોખું અભિયાન શરૂ કર્યુંરાજકોટ પોલીસનું ગરીબ અને પછાત પરિવારના અભણ બાળકોને શિક્ષિત કરવાનું અનોખું અભિયાન શરૂ કર્યું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી