તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:રાજકોટ જિલ્લા બેંકની સભામાં ખેડૂતો માટે 6 યોજનાની જાહેરાત

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મધ્યમ મુદત ખેતી વિષયક લોનમાં ખેડૂતોને 1 ટકો વ્યાજ રાહત, મંડળીઓને કે.સી.સી. ધિરાણમાં 1.25 ટકા માર્જિન

રાજકોટ જિલ્લા સહકારી બેંકની 61મી વાર્ષિક સાધારણસભા કોરોનાના પગલે રાજકોટ સહિત આઠ સ્થળ પર વર્ચ્યુલ યોજાઇ હતી. રાજકોટમાં બેંકના ચેરમેન અને રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં રાદડિયાએ ખેડૂતો અને બેંક સાથે જોડાયેલી મંડળીઓ માટે છ નવી યોજનાની જાહેરાત કરી હતી. જેમાં નિયમિત કે.સી.સી. ધિરાણ લેતા ખેડૂતો માટે રૂ. બે લાખની ત્રણ વર્ષ માટે નવી રોકડ શાખ યોજના, મધ્યમ મુદત ધિરાણ લેનાર ખેડૂતને 1 ટકા વ્યાજ રાહતની જાહેરાત, મંડળીઓને ધિરાણમાં 1.25 ટકા કમિશન આપવાની જાહેરાત કરી છે. બેંકનો ગતવર્ષનો વાર્ષિક નફો 46.51 કરોડ રૂપિયાની ચેરમેને જાહેરાત કરી છે, જ્યારે સભાસદોને આ વર્ષે પણ 15 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ખેડૂતો અને મંડળીઓ માટે આ જાહેરાત
1 મધ્યમ મુદ્દત ધિરાણ લોન યોજના : જિલ્લા બેંક દ્વારા વર્ષે 1200 કરોડ રૂપિયાનું ધિરાણ અપાય છે તેમાં ખેડૂતોને 1 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે. જેથી રાજકોટ જિલ્લાના સવા બે લાખ ખેડૂતોને વર્ષે 12 કરોડનો લાભ થશે.
2 સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયા મેડિકલ સહાય યોજના: અત્યાર સુધી ખેડૂતોને કિડની, કેન્સર, પથરી, હૃદય રોગ, પેરેલિસિસ, બ્રેઇન હેમરેજ સહિતની બીમારીમાં રૂ.10000 સહાય આપવામાં આવતી તે રકમ વધારી સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયા મેડિકલ સહાય યોજના હેઠળ રૂ.12000ની આપવામાં આવશે.
3 ખેત ઓજાર જાળવણી યોજના: અત્યાર સુધી એક એકર જમીન પર ઓછામાં ઓછી રૂ.20 હજાર લોન અપાતી તે વધારી રૂ.30 હજાર અને વધુમાં વધુ 2 લાખ રૂપિયાના બદલે 3 લાખ રૂપિયા ધિરાણ મળશે.
4 ખેતી વિષયક મંડળીઓના કર્મચારીઓ માટે 1 લાખ રૂપિયાની નવી રોકડ શાખ યોજના અમલમાં મુકાઇ.
5 રોકડ શાખ ધિરાણ યોજના: નિયમિત કે.સી.સી. ધિરાણ લેતા ખેડૂતો માટે 2 લાખ રૂપિયાની 3 વર્ષની મુદ્દત માટે નવી રોકડ શાખ યોજના જાહેર કરાઇ છે.
6 સહકારી મંડળીના કમિશનમાં 0.25 ટકાનો વધારો: રાજકોટ જિલ્લા બેંક પ્રતિ વર્ષ સહકારી મંડળીઓના માધ્યમથી 2500 કરોડ રૂપિયા પાક ધિરાણ પેટે ખેડૂતોને વગર વ્યાજે લોન આપે છે. જિલ્લા બેંક સહકારી મંડળીઓને બેંક 1 ટકો કમિશન આપે છે. આ કમિશનમાં 0.25 ટકાનો વધારો કર્યો છે તેથી ખેડૂતોને શૂન્ય ટકે ધિરાણ મળશે અને બેંક કમિશન પેટે મંડળીઓને 37.25 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ ચૂકવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો