તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Television
  • Rajeshwari Sachdev Of 'Shaadi Mubakar' And 'Guddan Tumse Na Ho Hogega' Sarola Bahrolia Became Corona Positive, Home Quarantine On The Advice Of Doctors

ટીવી સેલેબ્સમાં કોરોના:'શાદી મુબારક'ની રાજેશ્વરી સચદેવ અને 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા'ની સારિકા બહરોલીયાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, ડોક્ટર્સની સલાહ પર હોમ ક્વોરન્ટીન થયા

એક દિવસ પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

ઘણા ટીવી સેલેબ્સ કોરોના વાઇરસના શિકાર બની ગયા છે. હવે આ લિસ્ટમાં ટીવી શો 'શાદી મુબારક'ની રાજેશ્વરી સચદેવ અને 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા'ની સારિકા બહરોલીયા સામેલ થઇ છે. ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી બંને એક્ટ્રેસે ખુદને સેલ્ફ ક્વોરન્ટીન કરી લીધી છે અને સાથે જ મેડિકલ ટ્રીટમેન્ટ પણ લઇ રહી છે.

દિવ્ય ભાસ્કરને પુષ્ટિ કરતા રાજેશ્વરીએ જણાવ્યું કે, 'જી હા, આ સત્ય છે. મેં ખુદને હોમ ક્વોરન્ટીન કરી દીધી અને BMCના કર્મચારી ઘરે સેનિટાઇઝેશન માટે પણ આવ્યા હતા. અમુક લક્ષણો દેખાયા પછી મેં મારું ચેકઅપ કરાવ્યું ત્યારબાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ડોક્ટરની સારવાર હેઠળ છું અને બધું ઠીક છે.' રાજેશ્વરીએ છેલ્લા અમુક દિવસોમાં તેની સાથે સંપર્કમાં આવેલા લોકોને વિનંતી કરી કે તેઓ પણ ટેસ્ટ કરાવી લે.

રાજેશ્વરી છેલ્લા અમુક દિવસોથી સેટ પર ન હતી. પરંતુ જ્યારે તેના કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી તો, સુરક્ષાને ધ્યાનમાં રાખીને 16 સપ્ટેમ્બર સુધી શૂટિંગ અટકાવી દેવાયું હતું. રાજેશ્વરીના વર્તમાન ટ્રેકમાં કોઈ સીન નથી અને માટે લગભગ ચાર પાંચ દિવસથી તે સેટ પર નહતી. શોના મેકર્સે એક્ટર્સ અને ક્રૂ મેમ્બર્સને તેમના સ્વાસ્થય પર નજર રાખવા માટે કહ્યું છે. પ્રોટોકોલનું પાલન કરીને સેટને સેનિટાઇઝ પણ કરાવી દેવામાં આવ્યો છે.

રાજેશ્વરીના પતિ વરુણ બડોલા પણ આજકાલ સિરિયલ 'મેરે ડેડ કી દુલ્હન'માં દેખાઈ રહ્યા છે. સાંભળવા મળ્યું છે કે રાજેશ્વરીના કોરોના પોઝિટિવ આવ્યા બાદ વરુણ બડોલાના શોના શૂટિંગ પર પણ અસર થઇ શકે છે.

રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારિકા બહરોલીયા ક્વોરન્ટીન થઇ
રાજેશ્વરી સિવાય 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા' શોની લીડ રોલ સારિકા બહરોલીયા પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. એક્ટ્રેસે થોડા દિવસ પહેલાં જ તબિયત ખરાબ થતા ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ બુધવારે પોઝિટિવ આવ્યો. જોકે હાલ તે ડોક્ટરની સલાહ મુજબ હોમ ક્વોરન્ટીન છે. સારિકા પહેલાં લીડ એક્ટર કરણ રાજપાલ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો