મહેસાણા / અંબાજી અને વિજયનગરમાં વરસાદી ઝાપટું

Rain fall in Ambaji and Vijayanagar

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 12:42 PM IST
અંબાજી: જગત જનની માં અંબાના ધામ અંબાજીમાં રવિવારે બપોરે વરસાદી ઝાપટું પડી ગયું હતું. એક તરફ જનતા કરફ્યુ હતો. બીજી તરફ બપોરના સમયે અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને ભારે પવન બાદ વરસાદ ખાબકતા લોકો ચોંકી ઉઠ્યા હતા. જોકે થોડી વાર બાદ વરસાદ બંધ થઈ ગયો હતો. અચાનક આવેલા વરસાદથી વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઇ હતી. આ ઉપરાંત વિજયનગર વિજયનગર પંથકમાં રવિવારે બપોરે ત્રણ વાગ્યા બાદ અચાનક જ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં અસહ્ય ઉકળાટ બાદ ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે આ વરસાદી ઝાપટાંના કારણે ખેડૂતોના ખેતરમાં પડેલા ઘઉં અને ચણાના તૈયાર પાકને નુકસાન થયું હતું. સાથે સાથે ઘઉંનું હુસાલ પણ પલળી જવાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી હતી.
X
Rain fall in Ambaji and Vijayanagar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી