તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વાતાવરણમાં પલટો:વરસાદથી ડાંગરના પાકને મોટો ફટકો

વાલોડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા જનજીવન અસ્ત વ્યસ્ત થયુ હતું. ઠેર ઠેર પાણી ભરાયા હતા . કમોસમી વરસાદ પડતાં જ ખેડૂતો ને શાકભાજી અને ડાંગરના પાકને મોટું નુકસાન થયું હતું. ફરીવાર ખેડૂતો ના હાથમાં આવેલ ડાંગર પાકને ઘર સુધી નહીં પહોચતા વધારે નુકશાન થયું છે.ખેડૂતો ની હાલત કફોડી બની છે. ખેતી કરતાં ખેડૂતો માટે વિકટ પરિસ્થિતિ નું નિર્માણ થયું છે. વરસાદ ફરીવાર નુકશાન થતાં જ પડદા પર પાટું જેવી પરિસ્થિતિ સજૉય છે.

છેલ્લા બે દિવસ થી વાતાવરણ માં બદલાવ જોવા મળ્યો હતો. વાલોડ ડોલવણ તાલુકાના ગામના વિસ્તારોમાં વરસાદ પડયો હતો જેને પગલે ખેડૂતો ની હાલત અત્યંત દયનિય બની હતી. ખેતરમાંથી તૈયાર કરેલ ડાંગર પાક ને સૌથી વધારે નુકશાન થયું છે જેને કારણે ખેડૂતો ની હાલત કફોડી બની ગ ઈ છે. એક તરફ ખેડૂત ડાંગરની કાપણી ની શરૂઆત કરી છે અને બીજી તરફ મેઘરાજાનું આગમન થયું છે વરસાદ થયો હતો. જેથી ખેડૂતો ના ખેતરમાં તૈયાર કરવામાં આવેલા ડાંગર પાક, અને શાકભાજીના પાક પર માઠી અસર જોવા મળી હતી. શાકભાજી ના પાકમાં ફુલો નું ધોવાણ થતાં અને કમોસમી વરસાદથી ખેડૂતોને આથિઁક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો