ચોમાસું / ગુજરાતના 95 તાલુકામાં વરસાદ, છેલ્લા 24 કલાકમાં સુત્રાપાડા-વિસાવદરમાં સૌથી વધુ 8 ઇંચ, જામખંભાળિયામાં બે કલાકમાં 6 ઈંચ

Rainfall in 95 talukas of Gujarat, Sutrapada-Visavadar maximum 8 inches in last 24 hours

  • જામખંભાળિયામાં આભ ફાટ્યું, 2 કલાકમાં સાડા 6 ઈંચ

  • છેલ્લા 24 કલાકમાં વેરાવળ અને કોડિનારમાં ચાર ઇંચથી વધુ વરસાદ

  • સવારે 6થી બપોરે 4 વાગ્યા સુધી ખંભાળિયામાં 6 ઇંચથી વધુ વરસાદ

Divyabhaskar.com

Sep 11, 2019, 05:42 PM IST

અમદાવાદ: હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતભરમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો ગીર સોમનાથના સુત્રાપાડામાં 200 મિમી અને જૂનાગઢના વિસાવદરમાં 195 મિમી એટલે કે 8 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જામખંભાળિયામાં આભ ફાટ્યું હોય તેમ 2 કલાકમાં સાડા 6 ઈંચ વરસાદ પડ્યો છે. ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ 11 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધીમાં વેરાવળમાં 105 મિમી, કોડિનારમાં 100 મિમી અને જલાલપોરમાં 98 મિમી આમ ત્રણેય તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સવારે 6થી 12 વાગ્યા સુધીમાં માણાવદરમાં ત્રણ ઇંચથી વધુ, કુતિયાણા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, માંગરોળ, કેશોદમાં બે ઇંચથી વધુ અને તાલાલા, વડીયા, ભેંસાણમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

સવારે 6થી બપોરે 4 વાગ્યાનો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ
દેવભુમિ દ્વારકા ખંભાળિયા 6 ઇંચ
જામનગર જામજોધપુર 4 ઇંચ
સુરત ઉમરપાડા 4 ઇંચ
જૂનાગઢ માણાવદર 3.5 ઇંચ
પોરબંદર કુતિયાણા 3 ઇંચ
જૂનાગઢ જૂનાગઢ 3 ઇંચ
જૂનાગઢ વિસાવદર 2.5 ઇંચ
જૂનાગઢ માંગરોળ 2 ઇંચ
જૂનાગઢ કેશોદ 2 ઇંચ
X
Rainfall in 95 talukas of Gujarat, Sutrapada-Visavadar maximum 8 inches in last 24 hours

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી