ડિપ્રેશન દૂર / આજથી ગુજરાતમાં વરસાદનું વિઘ્ન નહીં, ખેલૈયાઓ-ખેડૂતો માટે રાહતના સમાચાર

rain stopped in gujarat, people will enjoy navratri

  • આવતીકાલથી વરસાદ પડવાની શક્યતા નહિંવત: હવામાન વિભાગ
  • ગુજરાત પરથી સાયક્લોનિક સિસ્ટમ હટી, વાતાવરણમાં પલટો

Divyabhaskar.com

Oct 01, 2019, 01:57 PM IST

અમદાવાદ: ગુજરાત પરથી સાયક્લોનિક સિસ્ટમ હટી જતા હવે વરસાદ નહીં પડે તેવી સંભાવના છે. જેથી ખેલૈયાઓ અને ખેડૂતોને રાહત મળી છે. વરસાદના પગલે પાકને કરોડોનું નુકસાન થયું છે. જ્યારે પહેલાના બે નોરતા વરસાદે વિઘ્ન કરતા ખેલૈયાઓમાં પણ નિરાશ હતા. આજથી સાત દિવસ સુધી હવે ખેલૈયાઓ ગરબાની મજા માણી શકશે. સોમવારે સવારથી જ શહેરમાં ગાઢ વાદળ છવાયા હતા. થોડા-થોડા સમયના અંતરે ઝાપટાં ચાલુ રહેવા સાથે જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાતાં ગરબા રદ કરવા પડ્યા હતા. જોકે, આજે સવારથી તડકો નીકળતા હવે વરસાદ નહીં પડે તેવી સંભાવના છે. બીજી તરફ ખેડૂતોને પણ હવે ઓછું નુકસાન થશે.

કચ્છમાં સૌથી વધુ 173 ટકા વરસાદ નોંધાયો
રાજ્યના 31 જિલ્લાઓનાં 207 તાલુકામાં વરસાદ પડ્યો છે. મહેસાણાના સતલાસણા તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ, 12 તાલુકામાં ચારથી 8 ઇંચ અને 39 તાલુકામાં બેથી ચાર ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. આકંડા પર નજર કરીએ તો કચ્છ ઝોનમાં સૌથી વધુ 173 ટકા. સૌરાષ્ટ્રમાં 147 ટકા, દક્ષિણ ગુજરાતમાં 143 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 127 ટકા અને ઉત્તર ગુજરાતમાં 140 ટકા વરસાદ ખાબક્યો છે.

કર્ણાવતી-રાજપથ ક્લબે સતત ત્રીજા દિવસે ગરબા રદ કર્યા

નવરાત્રીને આડે એક જ દિવસ બાકી રહ્યો હતો ત્યારે વરસાદની આગાહીના પગલે અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબે પહેલાના બે નોરતા કેન્સલ કરવાનો નિર્ણય કર્યો હતો. ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હોવાથી બે દિવસના ગરબા રદ કરવામાં આવ્યા હતા. જોકે ગતરાત્રે શહેરમાં ભારે પવન સાથે વરસાદના પગલે કર્ણાવતી-રાજપથ ક્લબે સતત ત્રીજા દિવસે પણ ગરબા રદ કર્યા છે.

ડિપ્રેશન રાજસ્થાન તરફ ફંટાયું

ગુજરાતમાં સિઝનનો 140 ટકા વરસાદ ખાબક્યો છે. હાલ ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ હટી ગઈ છે. ડિપ્રેશન નબળું પડ્યું હોવાથી વરસાદની શક્યતા નહિંવત છે. હાલ ડિપ્રેશન રાજસ્થાન તરફ ફંટાયું છે. અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે- જયંત સરકાર, ડાયરેક્ટર, હવામાન વિભાગ

X
rain stopped in gujarat, people will enjoy navratri

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી