તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વાતાવરણ:જામનગરમાં વરસાદ, જોડિયા સવા, ખંભાળિયા 1, ધ્રોલમાં 4 ઇંચ

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છિનવાયો : અાગામી તા. 18 સુધી વરસાદની આગાહી હાેય જિલ્લામાં પાકને ભારે નુકસાનની ભીતિ

હવામાન વિભાગની આગાહી અન્વયે હાલારમાં છેલ્લા બે ત્રણ દિવસથી ધ્રાબળીયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં બે દિવસથી છૂટા છવાયા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. રવિવારે ખંભાળિયા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો.અડધો કલાકમાં ખંભાળિયા પંથકમાં 1 ઇંચ અને જામનગરના ધ્રોલમાં 4 ઇંચ, જોડિયામાં સવા ઇંચ, શહેરમાં 2 મીમી, લાલપુરમાં અડધો ઇંચ કમોસમી વરસાદ વરસ્યો હતો.કમોસમી વરસાદથી ખેડૂતોને મગફળીનો પાક સંપુર્ણ નિષ્ફળ જવાની ખેડૂતો સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.

હાલારમાં રવિવારના બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવતા પંથકના ધ્રોલમાં 4, જોડિયામાં સવા, લાલપુરમાં એક ઇંચ તથા ભાડથર, કાનપર શેરડી, કેશોદ, ભાણવારી તેમજ ખંભાળિયા શહેર સહિતના વિસ્તારોમાં અડધી કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા તા.18 સુધી વરસાદની આગાહી કરતા આગાહી મુજબ હાલારમાં વરસાદ વરસતા હાલ મગફળીના પાક નિકળી રહ્યો હોય તેમા ભારે નુકશાની પહોંચી છે. મહત્વનું છે કે, હાલ ખેતરોમાં મગફળીના પાકના ઢગલા પડ્યા હોય તેના પર પાણી ફરી વળતા ખેડુતોના મોઢે આવેલ કોળિયો છીનવાય જતા ખેડૂતની હાલત કફોડી બની છે.

ખેતરોમાં મગફળીના ઢગલા ઢાકવા પડ્યા
ખેતરોમાં પાણી ભરાવા લાગતા ખેડૂતો મગફળીના પાકને બચાવવા ઢગલા કાગળથી ઢાકવા લાગ્યા હતા.જો કે,કમોસમી વરસાદથી મગફળીના પાકને વ્યાપક નુકશાની પહોંચી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો