• Home
  • Utility
  • railways will wake up passengers before the scheduled station, destination wake up alarm service started

રેલવે / ટ્રેનમાં ઊંઘ આવી ગઈ તો રેલવે સ્ટેશન આવે એ પહેલાં જગાડી દેશે, ડેસ્ટિનેશન વેકઅપ અલાર્મ સર્વિસ શરૂ

railways will wake up passengers before the scheduled station, destination wake up alarm service started

Divyabhaskar.com

Feb 01, 2020, 12:44 PM IST

યુટિલિટી ડેસ્કઃ ટ્રેનમાં પ્રવાસ કરતા હોઇએ ત્યારે ઘણીવાર ઊંઘ આવી જવાને કારણે મુસાફરો જે સ્ટેશને ઉતરવાનું હોય એ ચૂકી જાય છે. પરંતુ હવે મુસાફરો આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશે. રેલવેએ નવી ડેસ્ટિનેશન અલર્ટ વેકઅપ અલાર્મ સર્વિસ શરૂ કરી છે. જેનો ઉપયોગ કરીને મુસાફર તેના નિર્ધારિત સ્ટેશને ઉતરી શકશે. આ સર્વિસ હેઠળ રેલવે દ્વારા અડધો કલાક પહેલાં ફોન કરીને મુસાફરને સ્ટેશન આવી રહ્યું હોવા વિશે જણાવવામાં આવશે. આ સુવિધાને પૂછપરછ સેવા પર IVR સાથે આ સુવિધાને જોડતી અલાર્મ સર્વિસ શરૂ કરવામાં આવી છે. મુસાફરો 139 નંબર પર કસ્ટમર કેરના પ્રતિનિધિ સાથે વાત કરીને પણ આ સુવિધા મેળવી શકે છે.

આ સુવિધા લેવા માટેની પ્રોસેસ

  • IRCTCના 139 નંબર પર મોબાઇલથી કોલ અથવા મેસેજ કરવાનો રહેશે. ફોન સામેથી રિસીવ થયા બાદ મુસાફરે ભાષા સિલેક્ટ કરવાની રહેશે અને ત્યારબાદ ડેસ્ટિનેશન અલર્ટ માટે પહેલા 7 નંબર અને પછી 2 નંબર દબાવવાનો રહેશે.
  • ત્યારબાદ મુસાફરને 10 આંકડાનો PNR નંબર પૂછવામાં આવશે. ડાયલ કર્યા બાદ કન્ફર્મ કરવા માટે 1 નંબર ડાયલ કરવાનો રહેશે. સિસ્ટમ PNR નંબરની ચકાસણી કરશે અને પછી નિર્ધારિત સ્ટેશન માટે અલર્ટ સેટ કરી દેશે.
  • તરત જ કન્ફર્મેશન માટે એક SMS આવશે. જે સ્ટેશને ઉતરવાનું હશે એ સ્ટેશન આવે એ પહેલાં મોબાઇલ પર કોલ આવશે. દરેક અલર્ટ પર SMS ચાર્જ 3 રૂપિયા રહેશે. એ જ રીતે, કોલ માટે પણ ચાર્જ ચૂકવવો પડશે.
X
railways will wake up passengers before the scheduled station, destination wake up alarm service started

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી