તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવેએ ડેસ્ટિનેશન અલર્ટ વેકઅપ અલાર્મ સેવા શરૂ કરી, મુસાફરોને સ્ટેશન આવે એ પહેલાં ઊંઘમાંથી જગાડી દેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ ઘણી વખત ટ્રેનની મુસાફરી દરમિયાન મુસાફરોની ઊંઘ ન ઉડવાને કારણે મુસાફર નિર્ધારિત સ્ટેશનની આગળ નીકળી જાય છે, જેના કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ ડેસ્ટિનેશન અલર્ટ વેકઅપ અલાર્મ સુવિધાથી તમે આ સમસ્યાથી બચી શકો છો. રેલવેએ ડેસ્ટિનેશન અલર્ટ વેકઅપ અલાર્મ સેવા શરૂ કરી છે. તદનુસાર, રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા અડધા કલાક પહેલાં મુસાફરને ફોન કરીને તેમનું સ્ટેશન આવવાની માહિતી આપવામાં આવે છે. પૂછપરછ સેવા પર IVRથી આ સુવિધા જોડવાની સાથે અલાર્મ સેવા શરૂ કરવામાં આવી છે. મુસાફરો પણ 139 નંબર પર કસ્ટર કેર પ્રતિનિધિ સાથે વાત કરીને અલર્ટની સુવિધા મેળવી શકે છે.
 

અલર્ટ સુવિધા શરૂ કરવાની પ્રોસેસ

  • IRCTCના 139 નંબર પર મોબાઇલથી કોલ અથવા મેસેજ કરવામાં આવશે. કોલ રિસીવ થવા પર પહેલાં ભાષાની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ ડેસ્ટિનેશન અલર્ટ માટે પહેલાં 7 નંબર અને પછી 2 નંબર દબાવવાનો રહેશે.
  • મુસાફરને 10 અંકોનો PNR પૂછવામાં આવશે. જેને ડાયલ કર્યા પછી કન્ફર્મ કરવા માટે 1 નંબર ડાયલ કરવાનો રહેશે. સિસ્ટમ PNR નંબરની ચકાસણી કરશે અને જે સ્ટેશને મુસાફરને ઉતરવાનું હશે એ સ્ટેશન ફીડ કરી દેશે.
  • ત્યારબાદ કન્ફર્મેશનનો SMS મળશે. સ્ટેશન આવ્યાં પહેલાં મોબાઇલ પર કોલ આવશે. પ્રતિ અલર્ટ SMS ચાર્જ 3 રૂપિયા લાગશે. એ જ રીતે, કોલ માટે પણ ચાર્જ ચૂકવવો પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો