• Gujarati News
  • Rahul Gandhi To Interact With Party Workers On Google Hangout

રાહુલનો ‘ગૂગલ હેન્ગ આઉટ’ દ્વારા હોદ્દેદારો સાથે વાર્તાલાપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ‘ગૂગલ હેન્ગ આઉટ’ના માધ્યમથી પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ સાથે વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી કરશે. શનિવારે યોજાનારા ૧ કલાકના સંવાદમાં પદાધિકારીઓ રાહુલ સાથે સીધી પ્રશ્નોત્તરી કરશે. આ સંવાદનું પક્ષના ઇન્ટરનેટ ખીડકી.કોમ પર જીવંત પ્રસારણ પણ કરાશે.
દેશના તમામ જિલ્લા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ સાથે સીધો સંવાદ સાધવા માટે રાહુલ ગાંધીએ શનિવારે ૧૫ માચેઁ વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ અંગેની માહિતી આપતાં કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ‘ગૂગલ હેન્ગ આઉટ’ના માધ્યમથી આ સંવાદ કાર્યક્રમ યોજાશે. શનિવારે સવારે ૧૧ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધીના એક કલાક દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ પ્રદેશ અને જિલ્લાના પદાધિકારીઓ સાથે પ્રશ્નોત્તરી કરશે.
પક્ષના કાર્યકરો, યુવા નેતા અને પદાધિકારીઓ સાથે ટેક્નોલોજીના માધ્યમથી વધુ અસરકારક્તાથી સંપર્કસેતુ સ્થપાય અને કાર્યકરો રાહુલ ગાંધી સાથે સીધો સંવાદ સ્થાપી શકે તે માટે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.